Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara News: Ranji Trophy match to be played at Kotambi Cricket Stadium, cancelled without a single ball being played due to rain

Vadodara News: કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની હતી રણજી ટ્રોફીની મેચ, વગર વરસાદે એક પણ બોલ રમાયા વગર રદ્દ થઈ

Timeછેલ્લું અપડેટ : 07 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરામાં નવા બંધાયેલા અધ્યતન કોટંબી ક્રિકેટ સ્ટેડિયમથી નોંધવા જેવા સમાચાર છે. અહીં વગર વરસાદે ચાર દિવસની રણજી ટ્રોફી મેચ એક પણ બોલ રમાયા વગર રદ્દ કરવામાં આવી હતી. જેમાં બરોડા વિરૂધ્ધ ઉતરપ્રદેશની ક્રિકેટ ટીમો વચ્ચેની મેચ વગર વરસાદે રમાઈ નથી. 

App Store

બે વર્ષ પહેલા 326 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયું હતુ આ મેદાન

બરોડા ક્રિકેટ એસોસિઅન દ્વારા 326 કરોડ રૂપિયાના ખર્ચે શહેરના છેવાડે આવેલા વાઘોડિયાના કોટંબી ખાતે નવું સ્ટેડિયમ બંધાયું હતું. આ સ્ટેડિયમની બાજુમાં ક્રિકેટરો માટે ખાસ પ્રેક્ટિસ મેદાન બનાવ્યું હતું. નોંધનીય છે કે, બે વર્ષ આગાઉ ભારે વિવાદો વચ્ચે અધ્યતન સુવિધાઓના દાવાઓ સાથે બરોડા ક્રિકેટ એસોસિઅન દ્વારા કોટંબી મેદાન તૈયાર કરવામાં આવ્યું હતું.

એક જ વર્ષમાં ખૂલી BCAના આ દાવાની પોલ

બરોડા ક્રિકેટ એસોસિઅન (BCA) દ્વારા જયારે સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું ત્યારે મેદાનમાં પાણી ભરાય તો ગણતરીના કલાકોમાં પાણી મેદાનમાંથી બહાર કાઢી મેચ અવિરત ચાલે તેવો દાવો કરાયો હતો, જેની પોલ એક જ વર્ષમાં ખુલ્લી થઈ ગઈ. અત્રે ઉલ્લેખનીય છે કે, તારીખ 1 નવેમ્બરના એક અઠવાડિયા પહેલા વરસાદ પડ્યો હતો જેને કારણે મેદાનમાં પાણી ભરાઈ ગયા, જે પાણી બરોડા ક્રિકેટ એસોસિઅન એટલે કે BCAના સત્તાધીશો કાઢી ના શક્યા.

આ રીતે સર્જાઈ સમસ્યા

કોટંબી મેદાનની ડ્રેનેજ સિસ્ટમમાં ખામી હોવાથી મેદાનમાં ભરાયેલા પાણીનો નિકાલ ના થયો હતો, અને મેદાનમાં વરસેલા વરસાદનું પાણી ભરાઈ ગયું હતુ. પાણી મેદાનમાં જ ભરાઈ રહ્યું. BCAના સત્તાધીશો જાણતા હતા કે, આ મેદાન પર મેચ રામાવવાની છે પરંતુ તેમણે તકેદારી ના લીધી. જેને પરીણામે મેચ એક પણ બોલ ફેંકાયા વગર રદ્દ કરવી પડી, મેદાનમાંથી પાણી બહાર નીકળ્યું જ નહીં અને મેદાનના 45 યાર્ડ પછીના સ્થળો પાણીથી ભરાઈ ગયા.