Video: હોટમિક્સના કચરામાં આગથી દોડધામ

ખજોડ ડિસ્પોઝલ સાઇટ પર આગની ઘટના સામે આવી છે. સાઇટ પર હોટમિક્સના કચરામાં આજે સવારે સાત વાગ્યાથી આગ લાગી હોવાની માહિતી મળી છે. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી છે. કચરાનો જથ્થો મોટો હોવાથી આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગને ફેલાતી અટકાવવા અને તેને સંપૂર્ણપણે ઓલવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.
જાહેરાત








