Video: વડોદરામાં લિફ્ટમાં ફસાયેલી બાળકીનું રેસ્ક્યૂ

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી ક્રિસ્ટલ પ્રમુખ સોસાયટીમાં લિફ્ટમાં બાળકી ફસાઈ જવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગના છઠ્ઠા માળે લિફ્ટનો રોપ તૂટી જતાં બાળકી લિફ્ટની અંદર ફસાઈ ગઈ હતી, જેના પગલે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં વાસણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ લિફ્ટના ઉપરના ભાગે પંખાની જગ્યા પરથી બાળકીને સુરક્ષિત બહાર કાઢી હતી. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં ફાયર જવાન અશોક પઢિયારની હિંમત અને બહાદુરી જોવા મળી હતી. સમગ્ર રેસ્ક્યૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જાહેરાત








