વડોદરા જિલ્લા ભાજપના હોદ્દેદારો વિવાદમાં , સંવિધાન ગૌરવ દિવસ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિતના આગેવાનો ગેરહાજર

વડોદરા જિલ્લા ભાજપના હોદ્દેદારો વિવાદમાં , સંવિધાન ગૌરવ દિવસ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિતના આગેવાનો ગેરહાજર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વડોદરા જિલ્લા ભાજપના હોદ્દેદારો કોઇને કોઇ કારણસર સતત ચર્ચામાં રહેતા હોય છે.આજે સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીના જિલ્લાના મુખ્ય કાર્યક્રમમાં હોદ્દેદારોની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી.વડોદરા જિલ્લા ભાજપ દ્વારા આજે સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીના જુદાજુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

જે દરમિયાન કરજણની કોલેજમાં જિલ્લા સંગઠનના મંત્રી જનકભાઇ પરમારના નેજા હેઠળ યુવા સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં યુવા ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ અંકિતા પરમાર,ધારાસભ્ય અક્ષય પટેલ, મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ સહિતના આગેવાનો હાજર રહેવાના હતા.પરંતુ તેઓ ગેરહાજર રહ્યા હતા.

જાહેરાત

ધારાસભ્ય તાલુકા પંચાયતના લોકાર્પણના કાર્યક્રમમાં હાજર હતા પરંતુ ત્યારબાદ સામાજિક પ્રસંગ માટે બહારગામ નીકળી ગયા હતા.જેથી સંવિધાન ગૌરવ રેલીના કાર્યક્રમમાં પણ હાજર રહ્યા નહતા.યુવા સાંસદના કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખે તેમના વતી મહામંત્રી હાજર રહેશે તેમ કહ્યું હતું.પરંતુ તેઓ પણ હાજર નહિ રહેતા ચર્ચાનો વિષય બન્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત