Vadodara News: મોટી જાનહાનિ ટળી, મોલમાં ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડે સંભાળી કમાન
વડોદરાના રેસકોર્સમાં મોલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના

વડોદરાના રેસકોર્સમાં મોલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના બનાવને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.
મોલમાં લાગી ભીષણ આગ
મળતી માહિતી મુજબ, વડોદરાના નટુભાઈ સર્કલ પાસે એક મોલમાં આગ ફાટી નીકળી હતી. આગની ઘટનાને લઈને અફરા-તફરીનો માહોલ છવાયો હતો. ફાયર વિભાગને જાણ કરતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
મોટી જાનહાનિ ટળી
મોલની બાજુમાં પેટ્રોલપંપ આવેલો હતો અને ત્યાં પેટ્રોલ ભરેલું એક ટેન્કર પડ્યું હતું. જોકે, આગની ઘટનાને પગલે ફાયરની ટીમે સતત પાણીનો મારો ચાલું રાખ્યો હતો અને પેટ્રોલ ભરેલું ટેન્કર ત્યાંથી તાત્કાલિક હટાવી દેવાતા મોટી દુર્ઘટના ટળી હતી.
આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. પરંતુ આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ફાયરની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.







