Vadodara News: વાપીથી ચાણસ્મા જઈ રહેલી બસને નડ્યો અકસ્માત, મુસાફરો થયા ઈજાગ્રસ્ત
વડોદરા નેશનલ હાઇવેની એક ઘટના સામે આવી છે, જેમાં વાપીથી ચાણસ્મા જઈ રહે

વડોદરા નેશનલ હાઇવેની એક ઘટના સામે આવી છે, જેમાં વાપીથી ચાણસ્મા જઈ રહેલી એક બસને અકસ્માત નડ્યો હતો.
આ અકસ્માત દરમિયાન અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઉભી રહેલી ટ્રકની પાછળના ભાગે એક ST બસ ઘૂસી ગઈ હતી. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
આ ઘટનાને પગલે મહેસાણા પરીક્ષા આપવા જઈ રહેલા ત્રણ જેટલાં વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર છ વિદ્યાર્થીઓ વલસાડથી મહેસાણા પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. બસમાં સવાર અન્ય 19 લોકોને પણ નાની મોટી ઇજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.






