મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Nadiad માં ઉત્તરાયણની મજામાં નશાનો તડકો! ધાબા પર દારૂની બોટલ સાથે યુવાનનો ડાન્સ Video વાયરલ

Uttarayan celebrations in Nadiad! Video of young man with bottle of liquor goes viral | ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છ

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન એક યુવાન હાથમાં વિદેશી દારૂની બોટલ લઈને ડીજેના તાલે ડાન્સ કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, આ વીડિયો નડિયાદના જલારામ નગર વિસ્તારનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉત્તરાયણના પર્વ પર જ્યારે લોકો આકાશમાં પતંગબાજીનો આનંદ માણી રહ્યા હતા, ત્યારે આ યુવાન ઘરના ધાબા પર હાથમાં ઇંગ્લિશ દારૂની બોટલ સાથે જોવા મળ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવાન નશાની હાલતમાં છાકટો બનીને ડીજેના જોરદાર અવાજ સાથે ઠુમકા લગાવી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં રોષ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, જાહેર રીતે આ પ્રકારે દારૂનું પ્રદર્શન કરી કાયદાના લીરેલીરા ઉડાડતા આ યુવાનના વીડિયોએ અનેક સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકોમાં આ વીડિયોને લઈને ભારે ચર્ચા જાગી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોની GSTV પૃષ્ટિ કરતું નથી.

આ સમાચાર શેર કરો