Khedaના ગરમાળા ગામમાં પતંગના વિવાદમાં યુવક પર છરીથી હુમલો, યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
સમગ્ર દેશ જ્યારે ઉતરાયણના પર્વની ઉજવણીમાં મગ્ન છે, ત્યારે ખેડા જિલ્લાના માતર તાલુકાના
સમગ્ર દેશ જ્યારે ઉતરાયણના પર્વની ઉજવણીમાં મગ્ન છે, ત્યારે ખેડા જિલ્લાના માતર તાલુકાના ગરમાળા ગામેથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. પતંગ ચગાવતી વખતે અપશબ્દો બોલવાનો વિરોધ કરનાર એક હિંદુ યુવક પર વિધર્મીઓએ છરીથી જીવલેણ હુમલો કરતા ગામમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, ગરમાળા ગામમાં ઉતરાયણ નિમિત્તે પતંગ ચગાવતી વખતે મુસ્લિમ સમુદાયના કેટલાક યુવકો સતત ગાળાગાળી અને અપશબ્દોનો પ્રયોગ કરી રહ્યા હતા. ગામના એક હિંદુ યુવકે તેમને પર્વની મર્યાદા જાળવવા અને ગાળો ન બોલવા માટે સમજાવ્યા હતા. આ બાબતની અદાવત રાખીને, ઉશ્કેરાયેલા વિધર્મી યુવકોએ હિંદુ યુવક પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ યુવકને પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, હુમલો કરનાર વિધર્મીઓ તાજેતરમાં જ અમદાવાદથી ગરમાળા આવીને વસ્યા છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.




