Kheda news: કન્યા છાત્રાલય બહાર અસામાજિક તત્વોનો આતંક, વોર્ડન દ્વારા પગલાં ન લેવાતા વિદ્યાર્થીનીઓમાં રોષ
નડિયાદના પીજ રોડ કેનાલ પાસે આવેલી અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહી

નડિયાદના પીજ રોડ કેનાલ પાસે આવેલી અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિનીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી અહીં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવી રહ્યો છે. ગત રાત્રે છાત્રાલય પર પથ્થરમારો કરવા અને રૂમમાં લાઈટના ફોકસ ફેંકવાની ઘટનાને પગલે 50થી વધુ વિદ્યાર્થિનીઓએ આખી રાત ઉજાગરો કરી ડરમાં વિતાવી હતી.ચોંકાવનારી બાબત એ છે કે, આ અંગે છાત્રાલયના વોર્ડનને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને વિદ્યાર્થિનીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.




