મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જેતપુરમાં ગેરકાયદેસર ઘર તોડવા મુદ્દે હોબાળો, નાગરિકો રોષે ભરાયા, પછી કર્યા ભઈબાપા

રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકામાં ડિમોલેશન નોટિસ મામલે લોકોએ હોબાળો કર્યો અને આવેદન સાથે ઉગ્ર રજૂઆત કરી. જેત

જેતપુરમાં ગેરકાયદેસર ઘર તોડવા મુદ્દે હોબાળો, નાગરિકો રોષે ભરાયા, પછી કર્યા ભઈબાપા

રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકામાં ડિમોલેશન નોટિસ મામલે લોકોએ હોબાળો કર્યો અને આવેદન સાથે ઉગ્ર રજૂઆત કરી. જેતપુર નવાગઢ નગરપાલિકાની હદમાં ઈદ મસ્જિદ ધારમાં ડિમોલેશન મામલે નોટિસો આપવામાં આવી હતી જ્યાં મોટી સંખ્યામાં લોકો જેતપુર મામલતદાર અને નગરપાલિકા કચેરી ખાતે ઘસી આવ્યા હતા અને ભાજપ સરકાર હાય હાયના નારા લગાવ્યા હતા.

આ પણ વાંચો : વડોદરામાં એક શખ્સે જાહેરમાં કર્યો હત્યાનો પ્રયાસ, અંતે સીટી પોલીસે વરઘોડો કાઢ્યો

જેતપુર નગરપાલિકા દ્વારા કરોડૉના ખર્ચે તળાવ બનાવવા માટે ડિમોલેશનની નોટિસ આપવામાં આવી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. લોકોના એવા પણ આક્ષેપો છે રાજકીય અને શ્રીમંતોના કારખાનાઓ તેમજ, દુકાનો ઉપર અનેક જગ્યા પર દબાણ છે તેના પર કેમ કાર્યવાહી નથી કરતા. ગરીબ પરિવારો છેલ્લા 20 વર્ષથી અહીં સ્થાયી થયા છે.

આ પણ વાંચો : ભાવનગરમાં હડકાયું ભુંડ કરડતાં એક યુવકને હડકવા ઉપડ્યો, આખરે થયું મોત

વધુમાં આક્ષેપો કર્યા કે, અહીં તળાવ બનાવવા માટે જેતપુરની પ્રજાને કોઈ ફાયદો થાય એમ નથી તેમ જ આ સ્લમ વિસ્તારમાં કોઈ આવતું નથી. જેતપુરમાં ઘણી એવી જગ્યા છે જ્યાં આ પ્રકારના તળાવ બનાવી શકાય એમ છે મુખ્ય તો ભાદર નદી છે તેમના પર પણ બ્યુટીફિકેશન કરી શકાય તેમ છે. પરંતુ આ વિસ્તારમાં ગરીબ માણસો રહે છે અને તેમની પરિસ્થિતિ પણ ખૂબ ખરાબ છે. મકાનનું ડિમોલેશન કરશે તો તેઓ મકાન વિહોણા બની જશે.

આ સમાચાર શેર કરો