ભાવનગર : ચાવડીગેટમાં અજાણ્યા પુરૂષની હત્યા, શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ
BHAVNAGAR NEWS : ભાવનગરના ચાવડીગેટ વિસ્તારમાં એક અજાણ્યા પુરૂષની હત્યા થઇ છે અને શંકા

BHAVNAGAR NEWS : ભાવનગરના ચાવડીગેટ વિસ્તારમાં એક અજાણ્યા પુરૂષની હત્યા થઇ છે અને શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં હનુમાનજી દાદાના મંદિરની બાજુમાં એક અજાણ્યા પુરૂષનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ વ્યક્તિના માથાના ભાગે કોઈ બોથડ પદાર્થના હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
આ બનાવની જાણ સ્થાનિક લોકોને થતા ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને નીલમબાગ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે આ પુરૂષની ઓળખ સહિત કોણે અને શા માટે હત્યા કરી તે અંગે તપાસ હાથ ધરી છે.






