ઊંઝા APMC ચૂંટણીનું પરિણામ, ખેડૂત વિભાગ પછી વેપારી વિભાગના ભાજપના 3 ઉમેદવાર હાર્યા
ઊંઝા APMCની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ખેડૂત વિભાગની પેનલમાં દિનેશ પટેલ જૂથનો દબદબો જોવા મળ્યો હતો. ખેડૂ

ઊંઝા APMCની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ખેડૂત વિભાગની પેનલમાં દિનેશ પટેલ જૂથનો દબદબો જોવા મળ્યો હતો. ખેડૂત વિભાગમાં ભાજપના મેન્ડેટવાળા 5 ઉમેદવાર હાર્યા બાદ વેપારી વિભાગમાં પણ ભાજપના મેન્ડેટ ધરાવતા 3 ઉમેદવારનો પરાજય થયો છે.
ઊંઝા APMCની ચૂંટણીમાં વેપારી વિભાગમાં ભાજપના મેન્ડેટવાળા 3 ઉમેદવાર હાર્યા છે. ખેડૂત વિભાગમાં 5 ઉમેદવાર હાર્યા બાદ વેપારી વિભાગમાં પણ 3 ભાજપના ઉમેદવારોની કારમી હાર થઇ છે જ્યારે બે અપક્ષ, એક કોંગ્રેસ સાથે સંકળાયેલા અને એક ભાજપના મેન્ડેટ ધરાવતા ઉમેદવારનો વિજય થયો છે.
ખેડૂત વિભાગની પેનલમાં દિનેશ પટેલ જૂથનો દબદબો
ઊંઝા APMCની ચૂંટણીમાં ખેડૂત વિભાગની પેનલમાં દિનેશ પટેલ જૂથનો દબદબો જોવા મળ્યો છે. ખેડૂત પેનલમાં પૂર્વ મંત્રી નારાયણ પટેલના પૌત્ર સુપ્રિતનો પરાજય થયો છે. ધારાસભ્ય કિરીટ પટેલના ખાસ ટેકેદાર એચ.કે.પટેલનો પણ પરાજય થયો છે. ખેડૂત પેનલમાં ભાજપના મેન્ડેટ ધરાવતા 5 ઉમેદવાર વિજયી બન્યા છે. ખેડૂત પેનલમાં મેન્ડેટ વગરના 5 ઉમેદવાર વિજયી બન્યા છે.
આ પણ વાંચો: બોગસ ડૉક્યુમેન્ટના આધારે PMJAY કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, 6 લોકોની અટકાયત
ભાજપે બળવો ખાળવા 5-4-1 પદ્ધતિ અપનાવી મેન્ડેટ 3 જૂથોમાં વહેંચ્યા હતા.ધારાસભ્ય કિરીટ પટેલ,પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને 1 મેન્ડેટ નારાયણ પટેલના પૌત્રને અપાયું હતું. નારાયણ પટેલ પોતાના પૌત્ર માટે મેન્ડેટ લાવ્યા છતાં પરાજય થયો હતો. મેન્ડેટ આપી ભાજપના તમામ ઉમેદવારોને જીતાડવાની રાજકીય ચાલ ખોટી ઠરી હતી.
ઊંઝા APMCની વહિવટની ધૂરા સંભાળવા માટે ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને પૂર્વ મંત્રી નારાયણ પટેલના જૂથો આમને સામને આવી ગયા હતા. ભાજપ સંગઠને ચૂંટણી સમરસ બનાવવા માટે કરેલ સમજાવટનો કોઇ પરિણામ મળ્યો નહતો. તે બાદ ખેડૂત વિભાગની 10 બેઠકો પર 20 અને વેપારી વિભાગની 4 બેઠકો ઉપર 16 મળી કૂલ 36 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા








