કાળઝાળ ગરમીથી ટ્રાફિક પોઈન્ટ પર લોકોને બચાવવા માટે સુરતમાં થઈ આવી અનોખી વ્યવસ્થા
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. સૂર્યનારાયણ કોપાયમાન થ

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. સૂર્યનારાયણ કોપાયમાન થયા હોય તે રીતે ૪૦થી વધુ ડિગ્રી તાપમાન રોજ રોજ જોવા મળી રહ્યું છે. ત્યારે સુરતમાં રસ્તાઓ પર ટ્રાફિકનું સંચાલન કરતા પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને બચાવવા માટે ચાર રસ્તા પર અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. હીટ વેવની સ્થિતિમાં છાયો મળી રહે તે માટે ગ્રીન મંડપ ઊભા કરવામાં આવ્યા છે.
નવતર પ્રયોગ
ગુજરાતમાં જે રીતે હિટવેવ આગાહીને પગલે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે સુરત ટ્રાફિક પોલસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. શહેરના દરેક ટ્રાફિક પોઈંટ ઉપર ગ્રીન મંડપ બાંધવામાં આવ્યા છે. જેથી ટ્રાફિકમાં ઉભેલા લોકોને ગરમીથી રાહત મળી રહે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
ગ્રીન કલરના મંડપ બનાવ્યા
સુરતમાં પડતી આકરી ગરમીને લઈને પોલીસ કમિશનર પાસે કોંગ્રેસી આગેવાની દ્વારા બહારથી ચાર ફરજ મુક્તિની માગ કરવામાં આવી હતી. ત્યારે આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પડતા ચાર ચોક પર ગ્રીન કલરના કાપડથી મંડપ બનાવવામાં આવ્યા છે. જેના કારણે બપોરના તડકામાં જવાનો ત્યાં વિશ્રામ કરી શકે અને ઠંડકનો અનુભવ કરે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.








