મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિજય મુહૂર્તમાં ભર્યું ઉમેદવારી ફોર્મ, મુખ્યમંત્રી સહિત પક્ષના દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર

ગાંધીનગર લોક સભાના ઉમેદવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિજય મુહૂર્તમાં ભર્યું ઉમેદવારી ફોર્મ, મુખ્યમંત્રી સહિત પક્ષના દિગ્ગજ નેતાઓ રહ્યા હાજર

ગાંધીનગર લોક સભાના ઉમેદવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ પહેલા ગાંધીનગર લોકસભાના હોદ્દેદારો સાથે અમિત શાહે ખાસ બેઠક કરી હતી. સર્કિટ હાઉસ ખાતે 10.30 વાગ્યે અમિત શાહએ બેઠક યોજી હતી. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા બેઠકમાં સૂચન કરવામાં આવ્યા હતા. બેઠક બાદ અમિત શાહ રવાના થયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ગત રોજ અમિતશાહે 14 કિમી લાંબો રોડ શો યોજ્યો હતો.

તેમની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, સાંસદ મયંક નાયક, શંકર ચૌધરી, ઋષિકેશ પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા 

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં અમિત શાહે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેઓએ સતત જીતના ઈરાદે આ વખતે પણ ફોર્મ ભર્યું છે. 12:39 વાગ્યાના વિજય મુહૂર્તમાં તેમણે ગાંધીનગરના કલેક્ટર કચેરીએ તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉલ્લેખનીય છે કે અમિત શાહની હાજરીને પગલે ગાંધીનગરમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. 

સી આર પાટીલે પણ ઉમેદવારી નોંધાવી

આજે કેન્દ્રિય ગૃહમંત્રીની સાથે સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ નવસારીથી ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે સી આર પાટીલ ગુરુવારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના હતા પરંતુ રોડ શોમાં વિજય મુહૂર્ત નીકળી જતા તેમણે આજે ઉમેદવારી નોંધાવવાનું નક્કી કર્યું હતું.

‘હું એક નાના બૂથ કાર્યકર તરીકે સંસદમાં પહોંચ્યો છું. સીએમ અને પીએમ તરીકે મોદીના નેતૃત્વમાં બીજેપી સરકારે ઘણું કામ કર્યું છે. 30 વર્ષથી ધારાસભ્ય અને સાંસદ તરીકે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે. જનતા માટે ઘણું કામ કર્યું. 5 વર્ષમાં 22 હજાર કરોડથી વધુના વિકાસ કામો થયા છે. લોકસભામાં 22 હજાર કરોડ રૂપિયાથી વધુનું કામ થયું. જનતાએ હંમેશા મને પ્રેમ કર્યો છે અને મને ભારે બહુમતીથી જીતાડ્યો છે.

વખત PM બનાવવા માટે તૈયાર છે. દરેક જગ્યાએ મોદી-મોદીના નારા સાથે વડાપ્રધાનને અભૂતપૂર્વ આશીર્વાદ અને પ્રેમ મળી રહ્યો છે. હું દેશભરમાં ગયો છું, લોકો પીએમ મોદીને ખૂબ પ્રેમ કરે છે અને તેમને જનતાના આશીર્વાદ મળી રહ્યા છે. PMના નેતૃત્વમાં દેશને વિશ્વમાં ગૌરવ અપાવ્યું. હું મતદારોને કમળથી મતપેટી ભરવાની અપીલ કરું છું. દરેક વ્યક્તિએ પોતાના પરિવાર સાથે સવારે 10.30 વાગ્યા પહેલા મતદાન કરજો.

આ સમાચાર શેર કરો