રાજકોટ: યુનિકેર હોસ્પિટલના તબીબે દર્દીના ડાબા પગની સાથે જમણા પગનું ઓપરેશન કરી નાખ્યું
ટે ગયેલી 20 વર્ષીય સપનાબેન પટોડિયાના ડાબા પગની સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી દેવ

ટે ગયેલી 20 વર્ષીય સપનાબેન પટોડિયાના ડાબા પગની સાથે જમણા પગનું પણ ઓપરેશન કરી દેવાયું હતું. આ ઘટનાને લઈને દર્દીએ ડો.જીગીશ દોશી સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, નાગેશ્વર વિસ્તારમાં સ્થિત યુનિકેર હોસ્પિટલનાં ડો.જીગીશ દોશી સામે સપનાબેન પટોડિયાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સપનાબેને પોલીસને જણાવ્યું હતું કે, 'આશરે 10 વર્ષ પહેલા જૂનાગઢમાં ગણેશ વિસર્જન સમયે ટ્રક પલટી ખાઈ જતા મને ડાબા પગે સામાન્ય ઈજા પહોંચી હતી.
પરંતુ જે-તે વખતે સારવાર લીધી ન હતી. ધીમે-ધીમે ડાબા પગે ગોઠણથી નીચેના ભાગે દુઃખાવો થતો હોવાથી જૂનાગઢમાં તબીબને બતાવતા સોનોગ્રાફી સહિતના રીપોર્ટ કરાવ્યા હતા. જે રીપોર્ટ જોઈ તબીબે ડાબા પગે લોહીની ગાંઠ થઈ ગઈ છે. તમારે સારવાર માટે વાસ્ક્યુલર સર્જનને બતાવવું પડશે. ત્યારબાદ મે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું હતું. જેમાં રાજકોટની યુનિકેર હોસ્પિટલનું સરનામું મળ્યું હતું. મે રાજકોટ રહેતા કૌટુંબીક ફુવા સતીષભાઈને ફોન કરી આયુષ્યમાન કાર્ડ દ્વારા તે હોસ્પિટલમાં ઓપરેશન કરી અપાય છે કે કેમ? તેની જાણ કરાવી હતી.'
આ પણ વાંચો: વલસાડના ભાગડાવાડામાં ચાલતા નશીલા રેકેટનો પર્દાફાશ, SOGએ 3.61 કિલો ગાંજો ઝડપ્યો
ડોક્ટરની ઘોર બેદરકારી
પીડિતે વધુમાં જણાવ્યું હતું કે, 'મને હોસ્પિટલમાંથી 26મી એપ્રિલનાં રજા અપાતા હું ઘરે ગઈ હતી. ઓપરેશન બાદ ડાબા પગમાં શારૂ થઈ ગયું હતું. પરંતુ જમણાં પગમાં દુઃખાવો થતો હોવાથી ફરી હોસ્પિટલ પહોંચી હતી. જ્યા ડો.દોશીએ જણાવ્યું હતું કે, તમે આરામ કરો છ મહિનામાં સારૂ થઈ જશે, તમારે બીજા કોઈ રીપોર્ટ કરાવવાની જરૂર નથી. પરંતુ શારૂ ન થતા મે ફરી જૂનાગઢમાં તબીબને બતાવી એમ.આર.આઈ. કરાવતાં તબીબે ઓપરેશન વખતે જમણા પગમાં કોઈ ભુલ થવાથી ગોઠણનાં નીચેના ભાગે આવતી નસ થોડી દૂર જતી રહી છે. જેથી તમને દુઃખાવો થાય છે. આ બાબતે મને ફરી ડો. દોશીએ આરામ કરવાની સલાહ આપી હતી. ત્યારે ડો.જીગીશ દોશીની લાપરવાહીને કારણે મને જમણા પગમાં આજીવન ખોટ રહી ગઈ છે.'
દર્દીનું ઓપરેશન પીએમજેવાય યોજના હેઠળ થયું
બીજી તરફ તબીબી તપાસ કમિટીએ અભિપ્રાય આપ્યો હતો કે, દર્દીના જમણા પગમાં કરવામાં આવેલા ઓપરેશન અંગે સારવાર કરનાર તબીબની બેદરકારી નકારી શકાય નહીં. ઓપરેશનનું કારણ શંકાસ્પદ જણાય છે. દર્દીનું ઓપરેશન પીએમજેવાય યોજના અંતર્ગત થયું હતું.








