મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કળિયુગી કુપુત્રના કુકર્મથી કંપી જશો, કેનેડા ગયેલા દીકરાનું 40 લાખનું દેવું ન ભરી શકતાં માતા-પિતાએ કર્યો આપઘાત

કળિયુગ વિષે શાસ્ત્રોની સાથે લોકસાહિત્યમાં ખૂબ કહેવાયું છે. ત્યારે આ કળિકાળનો પ્રભાવ શરૂ થઈ ગ

કળિયુગી કુપુત્રના કુકર્મથી કંપી જશો, કેનેડા ગયેલા દીકરાનું 40 લાખનું દેવું ન ભરી શકતાં માતા-પિતાએ કર્યો આપઘાત

કળિયુગ વિષે શાસ્ત્રોની સાથે લોકસાહિત્યમાં ખૂબ કહેવાયું છે. ત્યારે આ કળિકાળનો પ્રભાવ શરૂ થઈ ગયો હોય તેવો બનાવ સામે આવ્યો છે. સુરતમાં એક દીકરાએ સંબંધોની ગરિમાને લાંછન લગાવતો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. માતા-પિતા કોઈને મોં ન બતાવી શકે તેવી સ્થિતિમાં મૂકીને વિદેશમાં લીલાલહેર કરનારા દીકરાના કારણે મા બાપે અંતિમ પગલું ભરવું પડ્યું હતું. સંબંધોની દુન્યવી જાળ પરથી વિશ્વાસ ઉડવાની સાથે કંપારી છૂટી જાય તેવી સુસાઈડ નોટ લખીને સજોડે માતા પિતાએ જિંદગીનો અંત આણ્યો હોવાની હચમચાવતી ઘટના સામે આવી છે.

પિતાએ વ્યાજે લાવી દેવું ચૂકવ્યું

મૂળ સાવરકુંડલાના વતની અને સુરતના સરથાણા ખાતે રહેતા 66 વર્ષીય ચુનીભાઈ ગેડીયા અને તેમના 64 વર્ષીય પત્ની મુક્તાબેને આપઘાત કર્યો હતો. એક સાથે પંખા સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ચુનીભાઈના નાના પુત્ર પિયુષને 2 વર્ષ પહેલા ફાયનાન્સના ધંધામાં નુકશાન થતા 40 લાખનું દેવુ થયુ હતું. ચુનીભાઈએે સંબંધીઓ પાસેથી નાણા લાવીને પિયુષનું દેવું ચૂકવ્યું હતું. 

દીકરાએ પોતાનો રંગ બતાવ્યો

પિતાએ પુત્રનું જેવું દેવું ચૂકવ્યું કે, દીકરો બાદમાં પિયુષ કેનેડા જઇ ત્યાં જ સ્થાઈ ગયો. જોકે પિતાએ લોકો પાસેથી રૂપિયા લાવીને દેવુ ચૂકવ્યા હતાં. છતાં, પિયુષ કેનેડાથી કોઈ મદદ કરતો ન હતો. તેમજ તેમને પૂછતો પણ ન હતો. ફોન પણ ક્યારેય કરતો નહોતો. પિતાએ સામેથી વીડિયો કોલ કર્યા તો તેમાં પણ જવાબ આપ્યો નહોતો. વળી સુરત આવ્યો ત્યારે પણ બીમાર પિતાની ખબર અંતર પૂછવા આવ્યો નહોતો. દીકરાની પત્ની પણ ન બોલવાનું બોલી ગઈ હતી. આખરે હતાશ થઈ ચુનીભાઈ અને મુક્તાબેને આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. 

ઉતરક્રિયા ન કરવા ભલામણ

ચુનીભાઈએ આપઘાત પહેલા ચાર પાનાની સુસાઈડ નોટ લખી હતી. જેમાં કેનેડા સ્થાઈ થયેલા પુત્રના દેવાનું વ્યાજ ચુકવતા અને હાલમાં સાથે રહેતા પુત્ર અને પુત્ર વધુનો આભાર વ્યકત કર્યો હતો. આ સાથે તેમના આપઘાત બાદ તેમની ઉત્તરક્રિયામાં ખર્ચ ન કરવા ભલામણ કરી હતી. આ સાથે અન્ય પુત્રવધુ દ્વારા કરવામાં આવેલા ગેરવર્તન બાબતે તેને સંબોધીને તે બાબતે મનમાં લાગી આવ્યુ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

જેમની પાસેથી રુપિયા તેનો આભાર માન્યો

સુસાઈડ નોટમાં ચુનીભાઈએ લખ્યું કે, મને મારા સંબંધીઓ સહિતના લોકોએ રૂપિયા આપ્યા હતાં. તેઓ ક્યારેય મારી પાસે ઉઘરાણી પણ કરતાં નહોતાં. જો કે, મારે તેમને રૂપિયા આપવાના હતાં. હું કમાતો નથી. તેથી રૂપિયા ક્યાંથી આપું. તેથી મને શરમ આવતી હતી. હું શું કરું ક્યાંથી રૂપિયા આપું. એ વાતના ડરે હું ઘરની બહાર નીકળી શકતો નહોતો. પરંતુ હવે મારાથી સહન નથી થાય તેમ તેથી હું આપઘાત કરું છું. પૈસા મને આપનારનો કોઈ દોષ નથી.

દીકરા તારી સાથે આવું ન થાય તેવી પ્રાર્થના

ચુનીભાઈએ સુસાઈડ નોટમાં દીકરાને થોડો ઠપકો આપતાં લખ્યું કે, દીકરા તું તો અમને ભૂલી ગયો. પરંતુ હું મારા પૌત્ર અને તારા દીકરાને ભૂલી શક્યો નથી. હું તેને ખૂબ પ્રેમ કરુ છું. આટલાં વર્ષમાં મને તેની ખૂબ યાદ આવતી હતી. પરંતુ તે અમારી સાથે જ કર્યું તે કર્યું...પણ તારો દીકરો તારી સાથે આવું ન કરે તે માટે હું ભગવાનને પ્રાર્થના કરુ છું.

આ સમાચાર શેર કરો