અમદાવાદના શીલજ કેનાલ નજીક કારે બાઈક પર જતા બે યુવકોને ફંગોળ્યાં, ઘટનાસ્થળે મોત
અમદાવાદમાં અકસ્માતોના આંકડા સતત વધી રહ્યા છે. ત્યારે શીલજ, બાકરોલ ટોલ પ્લાઝા અને ચાંદખેડામાં બનેલા અકસ્માતના ત્રણ

અમદાવાદમાં અકસ્માતોના આંકડા સતત વધી રહ્યા છે. ત્યારે શીલજ, બાકરોલ ટોલ પ્લાઝા અને ચાંદખેડામાં બનેલા અકસ્માતના ત્રણ બનાવોમાં એક વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા. જેમાં શીલજ કેનાલ પાસે રવિવારે મોડી રાત્રે કારચાલકે બાઈક પર જતા બે યુવકોને ટક્કર મારતા બંનેના મોત નિપજ્યા હતા. અન્ય બનાવમાં એસ.પી. રીંગ રોડ બાકરોલ ટોલ પ્લાઝા પાસે બાઈક પર જતા બે યુવકોને ટ્ક ચાલકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે ચાંદખેડા આઇઓસી રોડ પર સગીર સ્કૂટર ચાલકે 80 વર્ષના વૃદ્ધને અડફેટે લેતા નીચે પટાકાયા હતા અને માથામાં ઈજાઓ થતા મોત નીપજ્યું હતું.
સગીર સ્કૂટરચાલકે 80 વર્ષના વૃદ્ધને અડફેટે લીધા
અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અકસ્માતના ત્રણ બનાવોમાં એક વૃદ્ધ અને ત્રણ યુવકોએ જીવ ગુમાવ્યાની ઘટના બની હતી. જેમાં કલોલના નાંદોલીમાં રહેતા વિશાલ ઠાકોર અને તેમની સંબધી કાળાજી ઠાકોર બાઇક પર નાંદોલીથી સાણંદ તરફ જતા હતા. જ્યારે શીલજ કેનાલ પાસેથી પસાર થતા હતા. ત્યારે સ્પીડમાં આવી રહેલી કારના ચાલકે ટક્કર મારતા બંનેને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યા બંનેના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. અન્ય બનાવમાં ચાંદખેડામાં રહેતા 80 વર્ષીય ત્રિભોવનભાઇ ઘેલા રવિવારે સાંજના સમયે આઇઓસી રોડ પર ચાલતા ચાલતા જતા હતા ત્યારે એક સ્કૂટર ચાલકે ટક્કર મારતા તે નીચે પટકાયા હતા. જેમાં તેમના માથામાં ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે સ્કૂટર ચાલક સગીર હતો.
ટ્રક અડફેટે મોત
આ ઉપરાંત, ગુલબાઇ ટેકરા વિસ્તારમાં રહેતા ભરતભાઇ ધર્માણી અને ભાવેશ સોંલકી બાકરોલ ગામના તળાવમાં પ્લાસ્ટરનું કામ કરવા માટે જતા હતા. ત્યારે સરદાર પટેલ રીંગ રોડ પર બાકરોલ ટોલ પ્લાઝા પાસે ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત કર્યો હતો. જેમાં ભાવેશ સોંલકીનું મોત નીપજ્યું હતું. આ અંગે અસલાલી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.








