મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં વ્યાજખોરો બેફામ, 50 હજારના બદલામાં 2.10 લાખ વસૂલ્યા બાદ પણ એક્સિડન્ટમાં મરાવી નાખવાની આપી ધમકી

સુરત સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોને નાથવા માટે પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ત

સુરતમાં વ્યાજખોરો બેફામ, 50 હજારના બદલામાં 2.10 લાખ વસૂલ્યા બાદ પણ એક્સિડન્ટમાં મરાવી નાખવાની આપી ધમકી

સુરત સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોને નાથવા માટે પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેમ છતાં વ્યાજખોરો લોકોને નીચોવી નાખતા હોય તેમ સામે આવ્યું છે. ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં 20 ટકાના દરે વ્યાજે રૂપિયા આપનારા વ્યાજખોરોએ યુવક પાસેથી 50હજારના બદલામાં 2.10 લાખ વસૂલી લીધા બાદ પણ રૂપિયા માગવાનું યથાવત રાખી ધમકી આપી હતી.જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પઠાણી ઉઘરાણી કરતા

અજય આયરેની ફરિયાદ પ્રમાણે સપ્ટેમ્બર-૨૦૨૨માં સુભાષભાઈ રબારી તથા તેમના પાટનરો પાસેથી પાસેથી ૫૦,૦૦૦/- રૂપિયા ૧૫ થી ૨૦ % ના વ્યાજ દરે લીધા હતાં. જેમાં અજયે બે વર્ષ દરમ્યાન ૫૦,૦૦૦/-નુ ૧૬% લેખે ૨,૧૦,૦૦૦/- રૂપિયા વ્યાજ ચુકવી આપ્યું હતું. તેમ છતાં સુભાષભાઈ તથા તેમના પાટનરોને તેમની મુળ રકમ કરતા બે થી ત્રણ ગણુ વ્યાજ બળજબરી પુર્વક પડાવી લીધું હતું. સાથે જ ઉંચા દરે વ્યાજની ઉધરાણી કરતા હોય મારી પાસે તેઓના ઉંચા દરના વ્યાજ ભરી શકાય તેટલા રૂપિયા ન હોય વ્યાજ ભરવાની ના પાડતા આ સુભાષભાઈ તથા નારાયણભાઈ તથા દેવરાજભાઈ તથા ભાર્ગવભાઈ તથા અમિતભાઈ તથા હિતેષભાઈનાઓ અવાર નવાર અજયની પાસે આવી વ્યાજની પઠાણી ઉધરાણી કરતા હતાં.

મરાવી નાખવાની અપાતી ધમકી

વ્યાજ નહિ આપે તો રોડ ઉપર કોઈ વાહન દ્રારા એક્સીડન્ટ કરાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી આ સુભાષભાઈ તથા નારાયણભાઈ તથા દેવરાજભાઈ તથા ભાર્ગવભાઈ તથા અમિતભાઈ તથા હિતેષભાઈનાઓ વિરૂધ્ધ ફરીયાદ કરવામાં આવી હતી. જેથી પોલીસે હાલ આરોપીઓ સામે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો