મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગઢડાના પીપળ ગામ નજીક ઈકો ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક ચાલકનું મોત

બોટાદ: ગઢડા તાલુકાના પીપળ ગામ નજીક ઈકો ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો

ગઢડાના પીપળ ગામ નજીક ઈકો ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક ચાલકનું મોત

બોટાદ: ગઢડા તાલુકાના પીપળ ગામ નજીક ઈકો ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઈકો ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાઈક ચાલક પોતાની વાડીએથી ઘર તરફ જતાં અકસ્માત સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતક બાઈક ચાલક પીપળ ગામના ગોપાળભાઈ કાળુભાઈ ડુગરાણી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો