BOTAD / સમઢીયાળા-2 ગામના તળાવમાં બરવાળાના બે યુવાનોના ડૂબી જતાં મોત
Botad News : રાજ્યમાં હમણાં નદી-તળાવ જેવા જળાશયોમાં બાળકો-યુવાનોના ડૂબી જવાની ઘટનાઓ વધી રહી

Botad News : રાજ્યમાં હમણાં નદી-તળાવ જેવા જળાશયોમાં બાળકો-યુવાનોના ડૂબી જવાની ઘટનાઓ વધી રહી છે. આજે વડોદરાના સિંધરોટ પાસે મહી નદીમાં ન્હાવા પડેલા ચાર યુવાનોના ડૂબી જવાથી મોત થયાની ઘટના ઘટી છે, તો બોટાદ જિલ્લામાં પણ બે યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે.
બરવાળાના ચાર યુવાનો તળાવમાં ન્હાવા પડ્યા હતા
બોટાદ જિલ્લાના સમઢીયાળા-2 ગામના તળાવમાં બરવાળાથી આવેલા 4 યુવાનો ન્હાવા આવ્યાં હતા. આમાંથી બે યુવાનો તળાવમાં ન્હાવા પડ્યાં હતા, જ્યારે બે યુવકો તળાવના કાંઠે હતા. તળાવમાં ન્હાવા પડેલા આ બંને યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે.
18 વર્ષીય અજય ગભાભાઈ મીર અને 18 વર્ષીય ભદ્રીક રમેશભાઈ બાવળીયાના મોત થયા છે. આ બંને યુવકો તળાવની અંદર માટીમાં ગરકાવ થયા હતા હોવાની જાણકારી મળી રહી છે. મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે બોટાદની સોનવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. પોલીસે સમગ્ર ઘટનાને લઇ તપાસ હાથ ધરી છે.






