BHAVNAGAR : શેત્રુંજી ડેમમાં ડૂબી જવાથી પાલીતાણાના બે યુવાનોના મોત
Bhavnagar News : રાજ્યમાં નદી-તળાવ જેવા જળાશયોમાં ડૂબી જવાથી લોકોના મોતઈ ઘટનાઓ વધી રહી છે. ગરમીના કારણે લોક

Bhavnagar News : રાજ્યમાં નદી-તળાવ જેવા જળાશયોમાં ડૂબી જવાથી લોકોના મોતઈ ઘટનાઓ વધી રહી છે. ગરમીના કારણે લોકો રજાના દિવસે તળાવ અને નદીમાં ન્હાવા જાય છે અને ઊંડા પાણીમાં ડૂબીને મોતને ભેટે છે. ભાવનગર જિલ્લામાં આવી વધુ એક ઘટના ઘટી છે.
શેત્રુંજી ડેમમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત
ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલા શેત્રુંજી ડેમમાં ન્હાવા પડેલા 3 યુવાનોમાંથી બે યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે. ફાયર વિભાગે બંને યુવાનોના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. બંને મૃતક યુવકો પાલીતાણાના જામવાળી તળાવ વિસ્તારના રહેવાસી હતા.
અગાઉ બોરતળાવમાં ડૂબી જવાથી 5 બાળકીઓના મોત થયા હતા
ગત 21 મેના રોજ ભાવનગર શહેરમાં આવેલા બોરતળાવમાં કપડા ધોવા ગયેલ પાંચ સગીરાઓ ડુબતા એક સગીરાને બચાવી લેવામાં આવી છે જ્યારે ચાર તરૂણીના ડુબી જવાથી કરૂણ મોત નિપજતા ભારે શોકની લાગણી ફેલાયેલ છે. બીજા દિવસે સારવાર દરમિયાન પાંચમી સગીરાનું પણ મોત થયું હતું.








