મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં કારખાનામાંથી 1.83 લાખના હીરાની ચોરી કરનાર બે CCTVની મદદથી દબોચાયા

સુરતનો હીરા ઉદ્યોગ બે વર્ષ જેટલા સમયથી મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે બેકાર થયેલા રત્ન કલ

સુરતમાં કારખાનામાંથી 1.83 લાખના હીરાની ચોરી કરનાર બે CCTVની મદદથી દબોચાયા

સુરતનો હીરા ઉદ્યોગ બે વર્ષ જેટલા સમયથી મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે બેકાર થયેલા રત્ન કલાકારો ચોરીના રવાડે ચડ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. રત્ન કલાકારોના નામે અન્ય લોકો પણ ચોરીઓ કરી રહ્યા છે. ત્યારે કારખાનામાંથી ચોરી કરનાર બે તસ્કરોને ઝડપી લેવામાં આવ્યા છે.

કારખાનેદારે નોંધાવી ફરિયાદ

કતારગામ વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં 28મી તારીખે રાત્રિના સમયે ઓફિસમાં ઘૂસીને 1.83 લાખના હીરાની ચોરી કરી નાસી છુટ્યા હતા. જેથી કારખાનેદાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

તસ્કરોએ કેમેરા બંધ કર્યા

કતારગામ પોલીસ દ્વારા કારખાનામાં રહેલા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં હીરા ચોરી કરનાર તસ્કરો સીસીટીવી કેમેરા બંધ કરતા પણ કેમેરામાં કેદ થયા હતા. જેના આધારે બંને આરોપીને ઝડપી લઈને આગળની તપાસ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો