મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ધોધમાર વરસાદથી કવાંટના નળવાટ ગામના કોઝ વે ઉપરથી પસાર થતા બે તણાયા

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને કવાંટ તાલુકાના ઊંડાણ ના ગામડાઓમાં અચાનક ભારે વરસાદ થી કોતરો

ધોધમાર વરસાદથી કવાંટના નળવાટ ગામના કોઝ વે ઉપરથી પસાર થતા બે તણાયા

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને કવાંટ તાલુકાના ઊંડાણ ના ગામડાઓમાં અચાનક ભારે વરસાદ થી કોતરો માં પાણી આવતા પાણી કોઝ વે ઉપર ફરી વળ્યા છે. મંગળવાર ના બપોર ના સમયે ધોધમાર વરસાદ પડતા અલગ અલગ કોતરો માં પાણી આવ્યા હતા જયારે કવાંટ તાલુકાના નળવાંટ ગામ નજીક ભૂખ્યા કોતર આવેલ છે તેના ઉપર લો લેવલ નો કોઝ વે આવેલો છે.

પાણીમાં તણાયા

 આ કોતર ઉપર પાણી ફરી વળ્યાં હતા જયારે નળવાંટ ગામના સંજયભાઈ ઓચ્છવ ભાઈ રાઠવા ઉંમર 40 રહેવાસી નળવાંટ તા કવાંટ જી છોટાઉદેપુર  તેમજ તેમની સાથે ગામનો ઘર જમાઈ તરીકે રહેતા મનીષભાઈ રમેશ ભાઈ ઉંમર 40 રહેવાસી નળવાંટ તા કવાંટ જી છોટાઉદેપુર  રાઠવા કવાંટ ખાતે કામ અર્થે ગયા હતા પરત નળવાંટ ગામે ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે નળવાંટ નજીક ભૂખ્યા કોતર ઉપર પંચાયત માર્ગ મકાન વિભાગ ના માર્ગ ઉપર લો લેવલ નો  કોઝ વે ઉપર થી આ બંનેવ ખેડૂતો પસાર થતી વખતે અચાનક જ વધારે પાણી આવી જતા બંનેવ જણ તણાઈ ગયા હતા 

મૃતદેહો મળ્યા નથી

હજુ સુધી તેઓની લાશ મળી નથી જ્યાંરે પંચાયત માર્ગ મકાન વિભાગ ના અધિકારીઓ લો લેવલ ના કોઝ વે ઉપર થી પસાર ના થવા માટે કોઈ દિશા સૂચક બોર્ડ મારતા નથી દરવર્ષે લો લેવલ ના કોઝ વે ઉપર અનેક લોકો તણાઈ જવાની ઘટના બને છે તલાટી તેમજ મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા છે જયારે આ કોતર અશ્વિન નદી માં મળતું હોવાથી અશ્વિન નદી માં ભારે પાણી હોવાથી તણાયેલા બંનેવ લોકો નો પતો લાગ્યો નથી હાલ તો ગ્રામજનો નદી કિનારા ખૂંદી રહ્યા છે તંત્ર ની નિષ્કાળજી ના કારણે બે ખેડૂતો તણાયા છે.

આ સમાચાર શેર કરો