મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં ગંભીર અકસ્માતની બે ઘટનામાં બે લોકોના મોત, 5 ઘાયલ

વડોદરામાં બે ડમ્પરો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું

ગુજરાતમાં ગંભીર અકસ્માતની બે ઘટનામાં બે લોકોના મોત, 5 ઘાયલ

વડોદરામાં બે ડમ્પરો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. વડોદરા જિલ્લામાં ડેસર તાલુકાના વેજપુર નગરી પાસે બે ડમ્પરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડેસર ઉદલપુર માર્ગ ઉપર વેજપુરની નવી નગરી પાસે અકસ્માતમાં એકનું ધટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે ત્રણ ઘાયલ થયા હતા અને બે વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોચી હતી.

આ પણ વાંચો : દાહોદમાં હાઇવે પર પંતગ લુટવા ગયેલ બાળક ટ્રકની અડફેટે આવતા ગંભીર રીતે ઘાયલ

ઘાયલોને નજીકની ડેસર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ ગંભીર ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં એક ડમ્પર પલટી ખાઈ જતા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેને પગલે ડેસર પોલીસે ઘટના સ્થળે પહોંચી ગણતરીના મિનિટોમાં વાહન વ્યવહાર ચાલુ કરાયો હતો.

સાબરકાંઠામાં ટ્રેકટર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેકટર પલ્ટી મારી ગયું

સાબરકાંઠા જિલ્લાના ઇડર ખેડબ્રહ્મા હાઇવે રોડ પર અકસ્માતની વણજાર યથાવત જોવા મળી રહી છે. ઈડરના બારેલા તળાવ નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેકટર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા  ટ્રેકટર પલ્ટી મારી ગયું હતું અને તેમાં ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે સ્ટેટ હાઇવે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. રેલ્વે લાઈનમાં કામ કરતા શ્રમિક યુવકનું મોત થતાં પરિવારમાં આક્રંદ વ્યાપી ગયો છે. મૃતકને પોસ્ટ મોટર્મ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો