મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દાહોદમાં હાઇવે પર પંતગ લુટવા ગયેલ બાળક ટ્રકની અડફેટે આવતા ગંભીર રીતે ઘાયલ

ઉત્તરાયણ એ આનંદ અને ઉત્સવનો તહેવાર છે પરંતુ કેટલાક બાળકો પતંગ લૂટવાની હાયમાં ઘણીવાર જોખમમાં મુકાય

દાહોદમાં હાઇવે પર પંતગ લુટવા ગયેલ બાળક ટ્રકની અડફેટે આવતા ગંભીર રીતે ઘાયલ

ઉત્તરાયણ એ આનંદ અને ઉત્સવનો તહેવાર છે પરંતુ કેટલાક બાળકો પતંગ લૂટવાની હાયમાં ઘણીવાર જોખમમાં મુકાય છે તેમજ ઘણીવાર પોતાનો જીવ પણ ગુમાવે છે. હજુ થોડા દિવસ પહેલા જ રાજકોટમાં એક 11 વર્ષનો બાળક પતંગ ઉતારવા માટે વીજપોલ ચડતાં તે બળીને ભડથું થઈ ગયો હતો. ત્યારે દાહોદમાંથી પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં હાઇવે ઉપર પંતગ લુટવા ગયેલ બાળક ટ્રકની અડફેટે આવતા તે ગંભીર રીતે ઘાયલ થયેલ છે.

આ પણ વાંચો : રાજકોટ: વીજપોલમાં ફસાયેલી પતંગ કાઢવા જતા કરંટથી 11 વર્ષીય કિશોરનું મોત

દાહોદ જિલ્લાના નગરાળા ગામનો 11 વર્ષનો બાળક પંતગ લુટવા માટે હાઈવે પર ચડી આવ્યો હતો જ્યાં અચાનક જ તે ટ્રકની અડફેટે આવી જતા ગંભીર અકસ્માતે સ્વરુપ લીધું હતું. બાળકના બન્ને પગ ટ્રકના ટાયર નીચે આવી જતા બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે. ઇજાગ્રસ્ત બાળકને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

આ સમાચાર શેર કરો