મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા/ શેરડીનો રસ પીધા પછી બે લોકોના મોત, પોલીસની જાણ બહાર અંતિમ વિધિ પણ થઇ ગઇ

વડોદરામાં શેરડીનો રસ પીધા પછી બે લોકોના મોત થયા છે. તરસાલી નંદનવન સોસાયટીમાં આ ઘટના બની હતી જેમાં

વડોદરા/ શેરડીનો રસ પીધા પછી બે લોકોના મોત, પોલીસની જાણ બહાર અંતિમ વિધિ પણ થઇ ગઇ

વડોદરામાં શેરડીનો રસ પીધા પછી બે લોકોના મોત થયા છે. તરસાલી નંદનવન સોસાયટીમાં આ ઘટના બની હતી જેમાં શેરડીનો રસ પીધા પછી સસરા અને પુત્ર વધુનું મોત થયું હતું. જોકે, બન્નેની પોલીસની જાણ બહાર જ અંતિમ વિધિ કરવામાં આવતા પોલીસ ઉંઘતી ઝડપાઇ છે. 

વડોદરામાં તરસાલી વિસ્તારમાં નંદનવન સોસાયટી પાસે શેરડીના રસનું કોલુ ચલાવતા ચેતન સોની (ઉ.વ.52) એસએસજીમાં સારવાર માટે દાખલ થયો છે, તેને ઝેરની અસર હોવાનું માલુમ થતાં પોલીસ તપાસ અર્થે પહોંચી હતી ત્યારે ચેતન સોનીએ એવી કેફિયત રજૂ કરી તે શેરડીના રસનું કોલુ ચલાવે છે અને બુધવારે મોડી રાત્રે તેના પરિવારજનોએ રસ પીધા બાદ તબિયત લથડી હતી જેમાં તેની પત્ની બિન્દુ અને પિતા મનહરભાઇનું ઘરમાં જ મોત થયું હતું જ્યારે તેનો પુત્ર આકાશ (ઉ.વ.24) એસએસજી હોસ્પિટલમાં દાખલ છે.

આ ઘટના બાદ ચેતન અને અન્ય પરિવારજનોએ પત્ની અને પિતાના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા જે બાદ ચેતન પોતે પણ એસએસજી હોસ્પિટલમાં દાખલ થઇ ગયો છે. પોલીસને હવે આ આખી થિયરી શંકાસ્પદ લાગી રહી છે. આ ઘટના હત્યાની છે, સામૂહિક આપઘાતની છે કે ફૂડ પોઇઝનિંગની છે તે અંગે તપાસ શરૂ કરી છે.

શેરડીના રસમાં પોટેશિયમ સાઇનાઇડ ભેળવ્યુ હોવાની શંકા

શેરડીનો રસ પીધા બાદ બેના મોતની ઘટના અંગે તપાસ કરી રહેલ મકરપુરા પીઆઇ જે.એન.પરમારે કહ્યું કે, આ ઘટના શંકાસ્પદ લાગતા અમે ઊંડાણથી તપાસ કરી રહગ્યાં છીએ. હાલમાં એવી માહિતી મળી છે કે શેરડીના રસમાં પોટેશિયમ સાઇનાઇડની ગોળી ભેળવવામાં આવી હતી જેના કારણે રસ પીધા બાદ ઝેરી અસર થઇ છે.

આ સમાચાર શેર કરો