મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીનગર: ગરબામાં રમવા ગયેલી ધોરણ-9ની બે સગીરાઓ લાપત્તા, કિશોરીઓનો ફોન પણ બંધ આવ્યો

રાજ્યમાં મહિલાઓ અને દિકરીઓ સલમાત છે કે અસલામત? ત્યારે આવી જ એક ચોંકાવનારી ઘટના ગાંધીનગરમાંથ

ગાંધીનગર: ગરબામાં રમવા ગયેલી ધોરણ-9ની બે સગીરાઓ લાપત્તા, કિશોરીઓનો ફોન પણ બંધ આવ્યો

રાજ્યમાં મહિલાઓ અને દિકરીઓ સલમાત છે કે અસલામત? ત્યારે આવી જ એક ચોંકાવનારી ઘટના ગાંધીનગરમાંથી સામે આવી છે. ગાંધીનગર શહેરના સરગાસણ ખાતે આવેલા પાર્ટી પ્લોટમાં ટયુશન ક્લાસીસના ગરબામાં ગયેલી બે સગીરા લાપત્તા થઈ જતા દોડધામ મચી ગઈ છે.

દીકરીઓને એકલી ગરબામાં મોકલતા પરિવારો માટે લાલબત્તી સમાન કિસ્સો 

પોલીસ દ્વારા અપહરણનો ગુનો દાખલ કરીને અલગ અલગ ટીમો બનાવીને તેમની શોધખોળ શરૃ કરવામાં આવી છે. દીકરીઓને એકલી ગરબામાં મોકલતા પરિવારો માટે લાલબત્તી સમાન કિસ્સો બહાર આવ્યો છે.

ગરબા પુરા થાય એટલે ૧૦ વાગે લેવા માટે આવજો

 મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા વાવોલ ગામમાં રહેતી સગીરા ધોરણ નવમાં અભ્યાસ કરે છે ત્યારે નવરાત્રી હોવાથી જે ટયુશનમાં અભ્યાસ કરતી હતી તેના સંચાલકો દ્વારા સરગાસણ ખાતે આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પગલે ગઈકાલે સગીરાના પિતા તેણીને પાર્ટી પ્લોટના દરવાજા સાંજે ૮ વાગે મૂકીને નીકળી ગયા હતા તે વખતે તેણીએ તેના પિતાને કહ્યું હતું કે, તેની અમદાવાદ ખાતે રહેતી ફ્રેન્ડ પણ આવવાની છે અને ગરબા પુરા થાય એટલે ૧૦ વાગે લેવા માટે આવજો તેમ કહ્યું હતું.

બન્નેના ફોન સ્વીચ ઓફ

પિતા પહોંચ્યા ત્યારે તેમની દીકરીને ફોન કર્યો હતો અને તે બંધ આવતો હતો. આ દરમિયાન દીકરીની ફ્રેન્ડના પિતાને પણ ફોન કરતા તેઓ પણ તેણીને લેવા માટે ગેટ ઉપર ઉભા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ બંને સગીરાના પિતા દ્વારા તેમની શોધખોળ શરૃ કરવામાં આવી હતી, પરંતુ આ સગીરાઓનો કોઈ જ પતો લાગ્યો ન હતો.

ઇન્ફોસિટી પોલીસને જાણ કરવામાં આવી

રાતે ઇન્ફોસિટી પોલીસને જાણ કરવામાં આવી હતી અને જેના પગલે પોલીસ દ્વારા અપહરણનો ગુનો દાખલ કરીને સગીરાઓની શોધખોળ શરૃ કરવામાં આવી છે. આ સગીરાઓની શોધખોળ માટે આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે અને ગરબામાં આવેલા અન્ય વિદ્યાર્થીઓની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો