મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Kutch news: હિટ એન્ડ રનની ઘટનામાં બે નિર્દોષના મોત, એક નબીરો પકડાયો, ત્રણ ફરાર

ગાંધીધામમાં બેફામ બનેલા કારચાલકે પુરઝડપે કાર હંકારી ચાર લોકોને અડફેટે લેતા બે લ

Kutch news: હિટ એન્ડ રનની ઘટનામાં બે નિર્દોષના મોત, એક નબીરો પકડાયો, ત્રણ ફરાર

ગાંધીધામમાં બેફામ બનેલા કારચાલકે પુરઝડપે કાર હંકારી ચાર લોકોને અડફેટે લેતા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જયારે બે લોકોને ગંભીર ઇજા થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. 

ત્રણ શખ્સો અંધારાનો લાભ લઈ ફરાર 

કચ્છના ગાંધીધામમાં મોડી રાત્રે રફ્તારના કહેરે બે નિર્દોષોનો ભોગ લીધો છે. ટાગોર રોડ પર પૂરપાટ ઝડપે આવતી કારના નબીરાઓએ ચાર લોકોને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માત બાદ ભાગવાનો પ્રયાસ કરતા એક નબીરાને સ્થાનિક લોકોએ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો અને ત્યારબાદ પોલીસને હવાલે કર્યો હતો. જોકે, અન્ય ત્રણ શખ્સો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો