મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પતિએ પત્નીનું ગળું દબાવી દીધું, અમદાવાદમાં એક જ દિવસમાં હત્યાની બે ઘટના

અમદાવાદ શહેરમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ રહ્યો ન હોય એવું લાગી રહ્યું છે. ગઈકાલે કૃષ્ણનગરમાં PCR વાનની સામે જ અસા

પતિએ પત્નીનું ગળું દબાવી દીધું, અમદાવાદમાં એક જ દિવસમાં હત્યાની બે ઘટના

અમદાવાદ શહેરમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ રહ્યો ન હોય એવું લાગી રહ્યું છે. ગઈકાલે કૃષ્ણનગરમાં PCR વાનની સામે જ અસામાજિક તત્ત્વોએ વાહનોમાં તોડફોડ કરી હતી. તો આજે એક જ દિવસમાં હત્યાની બે ઘટનાઓ ઘટી છે. 

રખિયાલમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા

રખિયાલમાં અજિતમીલ ચાર માળિયામાં યુવકની હત્યા થઈ છે. અંગત અદાવતમાં 3 યુવકોએ આ યુવક પર  છરીના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પોલીસે ફરાર હત્યારા યુવકને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. 

નારોલમાં પતિએ કરી પત્નીની હત્યા 

શહેરના નારોલ વિસ્તારમાં પતિએ ગળું દબાવીને પત્નીની હત્યા કરી છે. જમવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થતા પ્રદિપ વણકર નામનાં યુવકે આવેશમાં આવીને ઘરમાં દુપટ્ટાથી ગળે ટુંપો આપી પત્નીની હત્યા કરી નાખી છે. હત્યા બાદ આરોપી પતિ પોલીસ સમક્ષ હાજર થયો હતો અને ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે આ યુવક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે બંનેના લગ્ન ચાર મહિના પહેલા જ થયા હતા. 

આ સમાચાર શેર કરો