મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

TAPI : વ્યારામાં ખ્યાતનામ ડોક્ટર પર બે યુવતીએ કર્યા છેડતી અને દુષ્કર્મના આક્ષેપ

Tapi News : તાપી જિલ્લાના વ્યારામાં આવેલી ખ્યાતનામ હોસ્પિટલના મુખ્ય ડોક્ટર

TAPI : વ્યારામાં ખ્યાતનામ ડોક્ટર પર બે યુવતીએ કર્યા છેડતી અને દુષ્કર્મના આક્ષેપ

Tapi News : તાપી જિલ્લાના વ્યારામાં આવેલી  ખ્યાતનામ હોસ્પિટલના મુખ્ય ડોક્ટર વિરૂદ્ધ ત્યાં ફરજ બજાવી ચૂકેલા બે કર્મચારી યુવતીઓએ દુષ્કર્મ અને છેડતી ની ફરિયાદ અરજી આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ અરજી આપ્યાના 5 દિવસ બાદ ડોક્ટરે મીડિયાને નિવેદન આપ્યું હતું. 

પોલીસે ફરિયાદ દાખલ ન કરતા બંને યુવતીઓ મીડિયા સામે આવી

તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલી ખ્યાતનામ હોસ્પિટલ ડો.શૈલેન્દ્ર હોસ્પિટલ એન્ડ ICUના સંચાલક ડો.શૈલેન્દ્ર ગામીત વિરૂદ્ધ ત્યાં ફરજ બજાવી ચૂકેલ બે યુવતીઓ પૈકી એક યુવતીએ દુષ્કર્મ અને અન્ય યુવતીએ છેડતીની ફરિયાદ અરજી સાથે ડો.શૈલેન્દ્ર સોશિયલ મીડિયાના માધ્યમથી બીભત્સ વીડિયો અને મેસેજ મોકલતો હોવાનો ખુલાસો કર્યો હતો. 

આ મામલો સમગ્ર તાપી જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સમગ્ર મામલે વ્યારા પોલીસે ગુનો દાખલ ન કરી નિવેદનો લઈ કાર્યવાહી ચાલુ હોવાનું જણાવતા ભોગ બનેલ બંને યુવતીઓ મીડિયા સામે આવી હતી અને સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

ડો.શૈલેન્દ્ર ગામીત

આ બંને યુવતીએ હોસ્પિટલમાંથી 3 કરોડની ઉચાપત કરી

ડો.શૈલેન્દ્ર ગામીત વિરૂદ્ધ કરવામાં આવેલ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ અરજી બાદ તે મોડા મોડા મીડિયા સમક્ષ આવ્યા હતા અને જણાવ્યું હતું કે આક્ષેપ કરનાર યુવતીઓએ હોસ્પિટલમાંથી 3 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે જે અરજી ફરિયાદ વ્યારા પોલીસ મથકમાં આપવામાં આવી છે અને દરેક આક્ષેપો ખોટા છે.

3 કરોડની ઉચાપત અંગે ડો.શૈલેન્દ્ર ગામીત અત્યાર સુધી ચૂપ કેમ રહ્યાં ? 

ડો.શૈલેન્દ્ર ગામીત વિરૂદ્ધ થયેલ ફરિયાદ અરજીને લઈ સમગ્ર તાપી જિલ્લાના તબીબ આલમમાં ચકચાર સાથે ચર્ચાએ જોર પકડ્યું છે. કરોડોની ઉચાપત થઇ તો અત્યાર  ડો.શૈલેન્દ્ર ગામીત કેમ ચૂપ રહ્યા એ સવાલ છે. સમગ્ર મામલો પોલીસ તપાસ બાદ બહાર આવશે. પોલીસ દુષ્કર્મ અને છેડતી તેમજ ઉચાપત મામલે ગુનો દાખલ કરી કાર્યવાહી ક્યારે કરે છે એ જોવું રહ્યું. 

આ સમાચાર શેર કરો