મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજુલા-મહુવા હાઇવે પર ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત, બે લોકોના મોત

અમરેલી-ભાવનગર સોમનાથ હાઇવે પર ફરી એક વખત અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતા બે લ

રાજુલા-મહુવા હાઇવે પર ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત, બે લોકોના મોત

અમરેલી-ભાવનગર સોમનાથ હાઇવે પર ફરી એક વખત અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતા બે લોકોના મોત થયા છે.

બાઇક-ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત

રાજુલાના મહુવા હાઇવે પર દર્શન હોટલ પાસે બાઇક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇક સવાર બન્ને લોકોના મોત થયા છે. અકસ્માતની જાણ થતા જ  પીપાવાવ મરીન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

2 દિવસ પહેલા પણ થયો હતો અકસ્માત

ભાવનગર-સોમનાથ હાઇવે પર 2 દિવસ પહેલા જ અકસ્માત સર્જાયો હતો. 2 દિવસ પહેલા રાજુલાના ચારનાળા નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત થતા બે લોકોના મોત થયા હતા. વાહન ચાલકોમાં અવેરનેસના અભાવે વારંવાર અકસ્માતની ઘટનાઓ વધી છે.

આ સમાચાર શેર કરો