મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ટેક્સટાઈલ માર્કેટનો પાલખ ઉતારતા પાંચમાં માળેથી 3 પટકાતા બેનાં મોત, એકની હાલત ગંભીર

સુરતમાં 450થી વધુ ટેક્સટાઈલ માર્કેટ આવેલી છે. ત્યારે સારોલી વિ

સુરતમાં ટેક્સટાઈલ માર્કેટનો પાલખ ઉતારતા પાંચમાં માળેથી 3 પટકાતા બેનાં મોત, એકની હાલત ગંભીર

સુરતમાં 450થી વધુ ટેક્સટાઈલ માર્કેટ આવેલી છે. ત્યારે સારોલી વિસ્તારમાં આવેલી રાધા રમણ માર્કેટમાં પાઈપ બદલવાની કામગીરી માટે પાલખ બાંધવામાં આવ્યો હતો. કામગીરી પૂર્ણ થતાં પાલખ ઉતારતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી. પાલખ ઉતારવા આવેલા કારીગરો પાંચમાં માળેથી પાલખ તૂટતા નીચે પટકાયા હતાં. 3 કારીગર પટકાયા હતાં. જેમાં બેના મોત નીપજ્યા હતાં. જ્યારે એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યુ છે.

10 કારીગરો માર્કેટ આવેલા

સારોલીમાં આવેલી રાધા રમણ ટેકસ્ટાઈલ માર્કેટ ખાતે કામગીરી પૂર્ણ થઈ જતાં પાલખ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લઇને મોન્ટુ પાસવાન, સંતોષ વૈદ્ય સહિત 8થી 10 કારીગરો માર્કેટ પહોંચ્યા હતા. ત્યારબાદ પાલખ ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા. સંતોષ, મોન્ટુ, મિંકુ, મંગેશ અને શિવમ મિશ્રા પાલખ ઉતારવા માટે ઉપર ચડી રહ્યા હતા. 

એંગલે બચાવી લીધા

પાંચમા માળે પહોંચીને કામગીરી કરતા હતા. આ દરમિયાન રસો ખુલી જવાના કારણે પાલખ તૂટી પડ્યો હતો. જેના પગલે મંગેશ અને શિવમના હાથમાં લોખંડની એંગલ આવી જતા પકડી લેતા નીચે પટકાતા બચી ગયા હતા. સંતોષ, મોન્ટુ અને મિન્કુ પાંચમા માળેથી નીચે પટકાયા હતા. જેથી તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો