ઓ બાપ રે: રમતા રમતા બે બાળકો બ્લોક મિક્સરના મશીનમાં કપાયા, જાણો ક્યાં થઈ આ દર્દનાક ઘટના
ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના આંબલા ગામે દુ:ખદ ઘટના સામે આવી છે. શિહોર તાલુકાના આંબલા ગામે બે

ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના આંબલા ગામે દુ:ખદ ઘટના સામે આવી છે. શિહોર તાલુકાના આંબલા ગામે બે બાળકોના કમકમાટી ભર્યાં મોત નિપજ્યા છે. આમલા ગામે વિપુલભાઈ કરમટીયાના બ્લોક બનાવવાના કારખાનામાં કામ કરતા પરપ્રાંતિય મજૂરના બાળકોનું દર્દનાક મોત નીપજ્યું છે. મોતને ભેટેલા એક બાળકની ઓળખ રાજવીર અને બીજા બાળકની ઓળખ જયવીર તરીકે થઈ છે.
મૃતક બાળકોના નામ
રાજવીર ઉ.4
જયવીર ઉ.1.5
બાળકો રમતા રમતા મિક્સરની અંદર જતા રહ્યા
બાળકો રમતા રમતા મિક્સરની અંદર જતા રહ્યા હતા. બેદરકારીથી શખ્સે મિક્સર ચાલુ કરી દેતા બાળકો અંદર કપાઈ ગયા હતા અને બન્ને બાળકોનું દર્દનાક રીતે મોત નીપજ્યું હતું.
બંને બાળકોના મૃતદેહ ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. વ્હાલસોયા ભૂલકાઓના કરૂણ મોતને લઈને પરિવારજનોમાં આક્રંદનો માહોલ છવાયો હતો.








