મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં શ્વાનોનો આતંક યથાવત, ડિંડોલીમાં 8 વર્ષના તો ડુંગરામાં 9 વર્ષના બાળકને ભર્યા બચકાં

સુરત શહેર તથા જિલ્લા વિસ્તારમાં શ્વાનોનો આતંક યથાવત રીતે જોવા મળી રહ્યો છે. કુંભકર્ણની ઊંઘમાં રહેલા તંત્રની નજર ચૂ

સુરતમાં શ્વાનોનો આતંક યથાવત, ડિંડોલીમાં 8 વર્ષના તો ડુંગરામાં 9 વર્ષના બાળકને ભર્યા બચકાં

સુરત શહેર તથા જિલ્લા વિસ્તારમાં શ્વાનોનો આતંક યથાવત રીતે જોવા મળી રહ્યો છે. કુંભકર્ણની ઊંઘમાં રહેલા તંત્રની નજર ચૂકવીને શ્વાનો બાળકોને શિકાર બનાવી રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે. છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી જેથી ડિંડોલી અને કામરેજના ડુંગરા ગામે બે બાળકોને શ્વાનોએ શિકાર બનાવ્યા હતાં. જેથી માસૂમોને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

બચાવનારને પણ બચકાં ભર્યા

ડિંડોલી સ્થિત મહાદેવ નગર ખાતે ૮ વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. બીજી તરફ કામરેજ તાલુકાના ડુંગરા ગામે ૯ વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. કામરેજમાં ૯ વર્ષના બાળક ને બચાવવા ગયેલા યુવક પર પણ હુમલો કરી દીધો હતો. જેમાં યુવકના ચહેરા પર શ્વાનએ ભર્યા બચકાં ભરી લીધા હતાં. જેથી ત્રણેયને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતાં.

શ્વાનોની સંખ્યામાં વધારો

દિલીપભાઈ રાજપૂતે કહ્યું કે, મંદિર પાસે બાળક હતું. ત્યારે બે ત્રણ કૂતરા આવી ગયા હતાં. ફરતી બાજુથી કરડવા લાગ્યા હતાં. જેમાં જાંઘના અને પીંડિના ભાગે કરડી ગયા હતાં. મારા 8 વર્ષના દીકરાને લઈને અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતાં. અમારા વિસ્તારમાં ખૂબ પ્રમાણમાં કૂતરા છે. પાલિકા આ બાબતે શું કામ કરી રહી છે તે અમને ખબર નથી.

આ સમાચાર શેર કરો