મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં શ્વાનને લઈને માથાકૂટ, આમને સામને આવેલા લોકો વચ્ચે મારામારી

સુરતમાં શ્વાનને લઈને થોડા દિવસો અગાઉ થયેલી મારામારીના દ્રશ્યો રિપીટ થયા છે. આ વખતે લિંબાયતમાં શ્વાનને

સુરતમાં શ્વાનને લઈને થોડા દિવસો અગાઉ થયેલી મારામારીના દ્રશ્યો રિપીટ થયા છે. આ વખતે લિંબાયતમાં શ્વાનને લઈને માથાકૂટ સર્જાઈ હતી. આ માથાકૂટ મારામારીમાં પરિવર્તિત થઈ ગઈ હતી. મારૂતિનગર વિસ્તારમાં શ્વાન બાબતે બબાલ થઈ હોવાની ચર્ચા સામે આવી રહી છે. શ્વાનની માથાકૂટમાં લોકો આમને સામને આવી ગયા હતાં. છૂટા હાથની મારામારીની સાથે લાકડાના ફટકા અને નજીકમાં રહેલી ઈંટો પણ એકમેક પર ફેંકવામાં આવી હતી. હાલ સમગ્ર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સમગ્ર મામલે સ્થાનિકો લિંબાયત પોલીસ મથક પહોંચ્યા છે.

આ પણ વાંચોઃ સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં DEOનો રિપોર્ટ, શાળાને બચાવવા મામલો ઉંધા પાટે ચડાવવાનો પ્રયાસ?

આ સમાચાર શેર કરો