મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહિસાગરમાં હડકાયેલા શ્વાને 8 વર્ષના બાળકને ભર્યા હતા બચકાં, સિવિલમાં ટૂંકી સારવાર બાદ મોત

મહિસાગરમાં હડકાયેલા શ્વાનનો આતંક જોવા મળ્યો હતો. થોડા દિવસ અગાઉ શ્વાને આઠ વર્ષના બાળકને બચકાં ભર્યા હતા. શ્

મહિસાગરમાં હડકાયેલા શ્વાને 8 વર્ષના બાળકને ભર્યા હતા બચકાં, સિવિલમાં ટૂંકી સારવાર બાદ મોત

મહિસાગરમાં હડકાયેલા શ્વાનનો આતંક જોવા મળ્યો હતો. થોડા દિવસ અગાઉ શ્વાને આઠ વર્ષના બાળકને બચકાં ભર્યા હતા. શ્વાનને શરીર પર બચકાં ભરતા ગંભીર સ્થિતિમાં બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

બાળકનું સારવાર દરમિયાન 20 દિવસ બાદ મોત

જે બાળકનું સારવાર દરમિયાન 20 દિવસ બાદ મોત થયું છે. આઠ વર્ષના બાળકનું મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો.જોકે 15 દિવસ અગાઉ હડકાયા શ્વાને 10થી વધુ લોકોને બચકા ભર્યા હતા.

બાળકનું અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત

જિલ્લામાં રેબીસ ઇમ્યુનો ગ્લોબીન રસી નહોતી.  બાળકને અમદાવાદ સિવિલમાં રેફર કરવામાં આવ્યો હતો. જોકે બાળકનું અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

આ સમાચાર શેર કરો