મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Sabarkantha news: ખેડવા ચેકપોસ્ટ પરથી 3 પિસ્તોલ સાથે બે પકડાયા, ફરાર આરોપીને ઝડપી પાડવા તજવીજ

સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને હથિયાર તસ્કરી મામલે મોટી સફળતા મળી છે. ખેડબ્રહ્માન

Sabarkantha news: ખેડવા ચેકપોસ્ટ પરથી 3 પિસ્તોલ સાથે બે પકડાયા, ફરાર આરોપીને ઝડપી પાડવા તજવીજ

સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને હથિયાર તસ્કરી મામલે મોટી સફળતા મળી છે. ખેડબ્રહ્માની ખેડવા ચેકપોસ્ટ પરથી SOGની ટીમે ફિલ્મી ઢબે ત્રણ પિસ્તોલ અને મેગઝીન સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. ATS ચાર્ટરની કામગીરી દરમિયાન પકડાયેલા આ હથિયારો રાજસ્થાન તરફથી લાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.

પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ બાઇક રોકતા થયો પર્દાફાશ

મળતી વિગતો અનુસાર, સાબરકાંઠા SOGની ટીમ ATS ચાર્ટરની કામગીરી હેઠળ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખેડવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી. ત્યારે રાજસ્થાન પાસિંગનું એક શંકાસ્પદ બાઈક આવતા પોલીસે તેને અટકાવ્યું હતું. બાઈક પર સવાર બે શખ્સોની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેમના થેલાની તલાશી લીધી હતી.

થેલામાંથી મળી આવી 3 પિસ્તોલ

પોલીસની તપાસમાં થેલામાંથી 3 નંગ પિસ્તોલ અને1 મેગઝીન મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. SOG એ તાત્કાલિક અસરથી હથિયાર, બાઈક અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ત્રણ સામે ગુનો દાખલ, એક શખ્સ ફરાર

આ મામલે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે હથિયાર સાથે પકડાયેલા બે શખ્સો અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક ફરાર શખ્સ મળી કુલ ત્રણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓને વધુ તપાસ માટે ખેડબ્રહ્મા પોલીસને સોંપવામાં આવ્યા છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને ગુજરાતમાં કોને સપ્લાય કરવાના હતા?

આ સમાચાર શેર કરો