મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં શ્રમજીવી પરિવારના બાળકોના ચહેરા પર સ્માઈલ લાવવા પ્રયાસ,યંગીસ્તાન ગ્રુપે 300 કીટસનું કર્યુ વિતરણ

સોશિયલ મીડિયાના દુરુપયોગ સામે સારો ઉપયોગ પણ થઈ રહ્યો છે. સુરતના યંગીસ્તાન ગ્રુપની

સુરતમાં શ્રમજીવી પરિવારના બાળકોના ચહેરા પર સ્માઈલ લાવવા પ્રયાસ,યંગીસ્તાન ગ્રુપે 300 કીટસનું કર્યુ વિતરણ

સોશિયલ મીડિયાના દુરુપયોગ સામે સારો ઉપયોગ પણ થઈ રહ્યો છે. સુરતના યંગીસ્તાન ગ્રુપની સ્થાપના સોશિયલ મીડિયા દ્વારા થઇ છે., આ વર્ષે શ્રમજીવી પરિવારના બાળકો માટે દિવાળી અનોખી રીતે ઉજવાઈ. 'સપ્તમ' દીપાવલી સેલિબ્રેશન તરીકે ઓળખાતા આ કાર્યક્રમનું આ વર્ષે સાતમું વર્ષ હતું, જેમાં 300 કીટ્સનું વિતરણ કરવામાં આવ્યું.

કીટસનું વિતરણ કરાયું

યંગીસ્તાનના સભ્યો દ્વારા એકત્ર કરાયેલ સાડા ત્રણ લાખ રૂપિયાનાં ફંડમાંથી કીટ્સ તૈયાર કરવામાં આવી, જેમાં નવા કપડાં, ચપ્પલ, મીઠાઈ, ફરસાણ, બિસ્કિટ, ચોકલેટ અને નાનખટાઈ જેવી વસ્તુઓ સામેલ હતી. આ કીટ્સ શ્રમજીવી પરિવારના બાળકોમાં વહેંચવામાં આવી, જેથી તેઓ પણ આ ઉજવણીનો આનંદ માણી શકે.

પ્રેરણાદાયી કાર્ય

અગાઉના વર્ષોમાં પણ યંગીસ્તાન ગ્રુપ દ્વારા આ ઇવેન્ટ ખૂબ જ સફળ રીતે આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ વર્ષે 'સપ્તમ' નામથી આ દિવાળી સેલિબ્રેશનને વધુ મહત્ત્વ આપીને અનોખી ઉજવણી કરવામાં આવી. સોશિયલ મીડિયા જે ઘણી વાર ફક્ત મનોરંજન માટે વપરાય છે, તેનો યંગીસ્તાન ગ્રુપ દ્વારા સદુપયોગ થયો છે. આ પ્લેટફોર્મ દ્વારા જ ગ્રુપના સભ્યો એકસાથે આવીને પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યાં છે, જે સમાજ માટે અનુકરણ યોગ્ય છે. આ ઉદાહરણથી સાબિત થાય છે કે સામાજિક મીડિયા માત્ર લોકોમાં જોડાણ જ નહીં, પરંતુ સામાજિક સુધારણાં અને સેવા માટે પણ ઉપયોગી સાબિત થઇ શકે છે.

આ સમાચાર શેર કરો