મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં રસ્તાના નિર્માણમાં થયેલો ભ્રષ્ટાચાર બેસી ગયો, રોડ પર યોગ્ય પૂરાણ ન થયો હોવાથી ટ્રક ફસાઈ

દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં બે દિવસ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તાઓ પોલા પડી ગયા હતાં. ત

સુરતમાં રસ્તાના નિર્માણમાં થયેલો ભ્રષ્ટાચાર બેસી ગયો, રોડ પર યોગ્ય પૂરાણ ન થયો હોવાથી ટ્રક ફસાઈ

દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં બે દિવસ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તાઓ પોલા પડી ગયા હતાં. ત્યારે મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુદામા ચોકમાં રોડ પોલો પડી ગયો હોવાથી એક ટ્રક ફસાઈ ગઈ હતી. રોડ પોલો હોવાથી આગળનું ટાયર બેસી ગયો હતો.

નબળા કામથી રોષ 

મોટાવરાછા રોડ પર ટ્રક ફસાઈ ગઈ હતી. વરસાદના કારણે રસ્તો પોલો પડતા ટ્રક ફસાઈ હતી. મોટા વરાછામાં સુદામા ચોકથી યમુના ચોક ખાતે જતા શબરીધામ ગેટ પાસે ટ્રક ફસાઈ હતી. ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તા પોલા થઈ ગયા છે.જેથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ભ્રષ્ટાચારના આક્ષેપ
 
મોટા વરાછા વિસ્તારમાં રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરોનો ભ્રષ્ટાચાર સામે આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. રોડ બનાવતી વખતે રોડમાં સરખુ પુરાણ ન કરવાને કારણે વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે. જેથી હવે પછી રોડ બને ત્યારે કોઈ ભ્રષ્ટાચાર ન થાય તેવુ ધ્યાન રાખવામાં આવે તેવી માગ કરાઈ છે.

આ સમાચાર શેર કરો