ઘોડાસર બ્રિજ પર ટ્રકે બંધ AMTS બસને મારી ટક્કર, રીપેરીંગ કરી રહેલા 2 ફોરમેનના મોત
અમદાવાદ: શહેરના ઘોડાસર બ્રિજ પર મોટો અકસ્માત સર્જાયો છે જેમાં 2 લોકોના મોત થયાની માહિતી સામે

અમદાવાદ: શહેરના ઘોડાસર બ્રિજ પર મોટો અકસ્માત સર્જાયો છે જેમાં 2 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે.
અમદાવાદનના ઘોડાસર બ્રિજ પર AMTS બસ બંધ પડી હતી. AMTS વિભાગના 2 ફોરમેન બસનું રીપેરીંગ કામ કરી રહ્યા હતા, જે દરમિયાન સ્પીડમાં આવી રહેલા ટ્રકે બ્રિજ પર બંધ પડેલી બસને ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે 2 ફોરમેનના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા છે.
સંગેરા ઘટનનની જાણ થતા જ શહેર પોલીસ અને ટ્રાફિક DCPનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.






