KHEDA : કપડવંજમાં લૂંટ વિથ મર્ડર, 2.85 લાખના સામાનની લૂંટ કરી 65 વર્ષીય ટ્રકચાલકની હત્યા
Kheda News : ખેડા જિલ્લાના કપડવંજમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બની છે, જેમાં હત્

Kheda News : ખેડા જિલ્લાના કપડવંજમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બની છે, જેમાં હત્યારાઓએ ટ્રકમાંથી 2.85 લાખના સામાનની લૂંટ કરી 65 વર્ષીય ટ્રકચાલકની હત્યા કરી છે.
2.85 લાખના સામાનની લૂંટ બાદ ટ્રકચાલકની હત્યા
આ ઘટના અંગે મળતી વિગતો અનુસાર કપડવંજમાં મોડાસા- લાડવેલ રોડ પર 65 વર્ષીય ટ્રક ચાલક માલસામાન ભરીને મુંબઈ તરફ જઈ રહ્યો હતોએ દરમિયાન મલકાણા પાસેની હોટલ પર ચાલકને બંધક બનાવી લૂંટારૂઓએ ટ્રકમાંથી 2.85 લાખના સામાનની લૂંટ કરી હતી, જેમાં ઉષા કંપનીના પંખા હતા. આ સામાનની લૂંટ કર્યા બાદ લૂંટારૂઓ ટ્રકચાલકની હત્યા કરીને ફારાર થઈ ગયા છે.
પોલીસે 7 ટીમો બનાવી તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતા ખેડા એસ.પી., કપડવંજ ડીવાયએસપી, રૂલર પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા અને લૂંટારૂઓનું પગેરું શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે ઝીણવટભરી તપાસ માટે એલસીબી, એફએસએલ ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા 7 જેટલી અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે.






