મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: વૈષ્ણોદેવી ચાર રસ્તા પાસે ટ્રક ચાલકે બાઈક સવારને 25 મીટર ઢસેડ્યો, યુવાનનું દર્દનાક મોત

અમદાવાદ શહેરમાં આજે બપોરે લગભગ 2:15 કલાકે વૈષ્ણોદેવી ચાર રસ્તા અન

Ahmedabad news: વૈષ્ણોદેવી ચાર રસ્તા પાસે ટ્રક ચાલકે બાઈક સવારને 25 મીટર ઢસેડ્યો, યુવાનનું દર્દનાક મોત

અમદાવાદ શહેરમાં આજે બપોરે લગભગ 2:15 કલાકે વૈષ્ણોદેવી ચાર રસ્તા અને ઝૂંડાલ સર્કલની વચ્ચે મિક્સર ટ્રકની નીચે ચગદાઈ જતાં બાઈક સવાર યુવકનું કમકમાટી ભર્યું મોત થયું છે. મિક્સર ટ્રકના ટાયરની નીચે આશરે 25 મીટર સુધી યુવક ઢસેડાયો હતો. જેથી શરીરના અંગો બહાર આવી ગયા હતા. હાજર તમામ લોકો અકસ્માતના દ્રશ્યો જોઈ હેબતાઈ ગયા હતા. 

ટ્રક ડ્રાઈવરને રાહદારીઓએ ઝડપી લીધો

આ ઘટના બનતા વૈષ્ણોદેવી ચાર રસ્તાથી ઝૂંડાલ સર્કલની વચ્ચે ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે ડ્રાઈવર સ્થળ પરથી ટ્રક ચાલુ મૂકી ભાગી ગયો હતો પણ આગળ જતાં લોકોએ તેને પકડી પાડ્યો હતો. બાઈક નંબર GJ01YL4578 તો અડફેટે લેનાર મિક્સર ટ્રકનો નંબર GJ01JT8579 છે.

પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની જાણ રાહદારીઓએ પોલીસને કરી હતી.  જે બાદ તાત્કાલિક ધોરણે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. તેમજ સર્જાયેલા ટ્રાફિક જામને હળવો કરી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી. બાઈક સવાર યુવક કોણ હતો, ક્યાં જઈ રહ્યો હતો અને કેવી રીતે અકસ્માતનો ભોગ બન્યો તે દિશામાં તપાસ થઈ રહી છે. 

આ સમાચાર શેર કરો