રાજકોટ અગ્નિકાંડમાં સૌથી મોટા સમાચાર, ગેમઝોનના સંચાલક પ્રકાશ જૈનનું પણ મોત, DNA પૃથ્થકરણમાં થયો ખુલાસો
Rajkot Gamezone Fire : રાજકોટ અગ્નિકાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે, અગ્નિકાંડમાં 6 આરોપીઓ સામે FIR

Rajkot Gamezone Fire : રાજકોટ અગ્નિકાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે, અગ્નિકાંડમાં 6 આરોપીઓ સામે FIR નોંધવામાં આવી છે, જેમાં એક નામ TRP ગેમઝોનના સંચાલક પ્રકાશ જૈનનું પણ હતું. પ્રકાશ જૈન ઘટના બાદથી ગાયબ હતો. જો કે હવે મળતા સમાચાર મૂજબ અગ્નિકાંડમાં પ્રકાશ જૈનનું પણ મોત થયું છે.
અગ્નિકાંડમાં ગેમઝોનના સંચાલક પ્રકાશ જૈનનું પણ મોત
TRP ગેમઝોનના ગેમઝોનના સંચાલક પ્રકાશ જૈનનું પણ મોત થયું છે. DNA પૃથ્થકરણ રીપોર્ટમાં આ ખુલાસો થયો છે. પ્રકાશ જૈન બનાવના દિવસથી ગાયબ હતો. બનાવના દિવસે સાંજના 4:30 વાગ્યાથી પ્રકાશનો ફોન બંધ આવી રહ્યો હતો. બે દિવસ તેની કોઇપણ ભાળ ન મળતા પરિવારજનોએ ગુમ થયાની પોલીસ ફરિયાદ લખાવી હતી.
પ્રકાશ જૈનના પરિવારજનના DNA મૃતદેહ સાથે મેચ થયા
આરોપી પ્રકાશ જૈનના પરિવારજનોના DNA સેમ્પલ લેવામાં અવ્યા હતા અને ગાંધીનગર FSLમાં મોકલવામાં આવ્યાં હતા, જ્યાં કાટમાળમાંથી મળેલા મૃતદેહ સાથે પ્રકાશ જૈનના પરિવારજનના DNA મેચ થતા અગ્નિકાંડમાં પ્રકાશ જૈનનું પણ મોત થયાની પુષ્ટિ થઇ છે.
પ્રકાશ જૈન 60%નો ભાગીદાર, ઘટનાના CCTVમાં દેખાયો હતો
પ્રકાશ જૈન TRP ગેમઝોનનો 60%નો ભાગીદાર હતો. ઘટનાના સમયે તે ગેમઝોનમાં હાજર હતો. ઘટનાના CCTVમાં તે આગ લાગ્યા બાદ લોકોને બચાવવા દોડાદોડી કરતો દેખાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.








