માર્ગ અને મકાન વિભાગમાં 395 અધિકારીઓની બદલી, વર્ગ 1થી વર્ગ 3 સુધીના અધિકારીઓનો સમાવેશ
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગમાં 395 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગમાં 395 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં વર્ગ 1થી વર્ગ 3 સુધીના અધિકારીઓનો સમાવેશ થાય છે.
માર્ગ અને મકાન વિભાગ 12 નાયબ કાર્યપાલક ઈજનેર (વિદ્યુત) બદલી કરવામાં આવી છે અને 18 મદદનીશ ઈજનેર(વિદ્યુત), વર્ગ-૨ / અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત),વર્ગ-૩ તરીકે ફરજ બજાવતા અધિકારીઓને ગુજરાત ઈજનેરી સેવા(વિદ્યુત), વર્ગ-૨ સંવર્ગમાં નાયબ કાર્યપાલક ઈજનેર(વિદ્યુત) તરીકે બઢતીથી નિમણૂક આપવામાં આવી છે.
ગુજરાત ઇજનેરી સેવા (સિવિલ), વર્ગ-૧ ના 30 કાર્યપાલક ઇજનેર (સિવિલ) સંવર્ગના અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના ગુજરાત ઈજનેરી સેવા (સિવિલ) સંવર્ગમાં 105 નાયબ કાર્યપાલક ઈજનેર, વર્ગ-ર તરીકે ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મદદનીશ ઈજનેર (સિ.), વર્ગ-૨ અને અધિક મદદનીશ ઈજનેર(સિ.) વર્ગ-૩ ના 230 અધિકારીઓ/કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.








