મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કપરાડાના માંડવા નજીક ઘાટ પર ટ્રકના અકસ્માતથી નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ, 4 કિમી લાંબી લાગી વાહનોની લાઈનો

વલસાડના કપરાડા નજીક નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે. ચાર કિલોમીટરથી વ

કપરાડાના માંડવા નજીક ઘાટ પર ટ્રકના અકસ્માતથી નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ, 4 કિમી લાંબી લાગી વાહનોની લાઈનો

વલસાડના કપરાડા નજીક નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે. ચાર કિલોમીટરથી વધુ લાંબી વાહનોની લાઈનો લાગી ગઈ છે. જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. બીજી તરફ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વાહન વ્યવહાર યથાવત કરવાના પ્રયાસ હાથ ધર્યા છે.

વાહનચાલકોમાં રોષ

કપરાડાના માંડવા નજીક ઘાટ પર ટ્રક ખોટવાતા અકસ્માત સર્જાયો હતો. જેના પગલે સતત ધમધમતા હાઈવે પર હજારો વાહનોના પૈડાં થંભી ગયા છે. લોકો કલાકોથી લાંબા ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. સાથે જ ટ્રાફિકના કારણે વાહન ચાલકો રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે.

પોલીસની કામગીરી

ટ્રાફિકને લઈને પોલીસ અધિકારીએ કહ્યું કે, માંડવાની જે ઘાટ પર ટ્રકમાં અકસ્માત સર્જાયો છે. જેના પગલે ટ્રાફિક જામ સર્જાયો છે. આ ટ્રકને હટાવીને વાહન વ્યવહાર યથાવત કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ટૂંક જ સમયમાં ટ્રાફિક પૂર્વવત કરી દેવામાં આવશે.

આ સમાચાર શેર કરો