દિયોદરમાં શો-રૂમમાંથી ટ્રેક્ટર ચોરીનો ભેદ ઉકેલાયો, મુખ્ય આરોપીનો આપઘાત
થોડા દિવસ પહેલા દિયોદર હાઇવે વિસ્તારમાં ટ્રેક્ટર શો-રૂમમાંથી ત્રણ જેટલા ટ્રેક્ટરન

થોડા દિવસ પહેલા દિયોદર હાઇવે વિસ્તારમાં ટ્રેક્ટર શો-રૂમમાંથી ત્રણ જેટલા ટ્રેક્ટરની ચોરી થઈ હતી. જેમાં પોલીસે ત્રંણ આરોપીઓ પકડ્યા હતા. જ્યારે સમગ્ર ચોરીનો માસ્ટર માઇન્ડે નર્મદા કેનાલમાં કૂદી આપઘાત કરી લીધો હતો.
ગણતરીના કલાકમાં પોલીસ ચોરીનો ભેદ ઉકેલ્યો
બનાસકાંઠા જિલ્લાના દિયોદર હાઇવે વિસ્તરમાં આવેલ રામાધણી ટેક્ટર શો-રૂમમાંથી થોડા દિવસ અગાઉ ત્રણ ટેક્ટરની ચોરી થઈ હતી. ટેક્ટરની ચોરી થતા શોરૂમ માલિકે દિયોદર પીલીસને જાણ કરતા દિયોદર પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં દિયોદર પોલીસને એક ટેક્ટર ફાફરાળી નર્મદા કેનાલ પાસેથી મળી આવ્યું હતું. જયારે CCTV ફૂટેજના આધારે તપાસ કરતા અન્ય ત્રણ આરોપીને પોલીસ ઝડપ્યા હતા.
સમગ્ર ચોરીના માસ્ટર માઇન્ડે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું
સમગ્ર ચોરીનો ભેદ ઉકેલી પોલીસે કૂલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે ચોરીનો માસ્ટર માઈન્ડ આરોપી સાગર રબારી પોલીસના ડરના કારણે તેમજ ચોરીમાં પોતાનું નામ સામે આવતા નર્મદા કેનાલમાં પડતું મૂકી મોતને વ્હાલું કર્યું હતું.








