મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઓઢવ સ્મશાન ગૃહમાં માનવતા મરી પરવારી, મૃતદેહને બાળવા ટાયરો વાપર્યા

માનવના મૃત્યુ બાદ સોળમો સંસ્કાર અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. પરંતુ આ અંતિમ સંસ્કાર વિધિમાં મોતનો મલાજો જાળવવ

માનવના મૃત્યુ બાદ સોળમો સંસ્કાર અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. પરંતુ આ અંતિમ સંસ્કાર વિધિમાં મોતનો મલાજો જાળવવામાં ન આવે તો કેવું કહેવાય. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક હ્રદયદ્રવક ઘટના સામે આવી છે, અહીં સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે ગયેલા પરિવારને મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાકડા જ ના મળતા પરિવારે પોતાના ઘરના ખર્ચે 8 હજાર રૂપિયાના ખર્ચે ઘી અને તલ લાવ્યા. ટાયર અને ગોદડું બાળીને મૃતદેહનો અંતિમ સંસ્કાર  કરવો પડ્યો હતો. 

ઓઢવ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટેના લાકડા સાવ ભીના હતા. જેને પગલે અંતિમ વિધિ માટે ટાયર અને ગોદડું બાળીને મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવો પડ઼્યો. આ ઘટનાને લઇને ઓઢવ સ્મશાનના કૉન્ટ્રાક્ટર અને એએમસી પર લોકો ગુસ્સે ભરાયા છે. હાલમાં એએમસીએ કૉન્ટ્રાક્ટર વિરૂદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે, સ્મશાનગૃહ તરફથી આપવામાં આવેલા લાકડાં ભીના હોવાથી તે સળગ્યાં જ નહીં. પરિસ્થિતિ એવી બની કે, અંતે સ્વજનોએ 8 થી 9 ટાયર અને ગોદડાનો સહારો લઈ અંતિમવિધિ પૂર્ણ કરવી પડી.

મૃતદેહની અંતિમવિધિ માટે ટાયરો ગોદડુંના ઉપયોગ કરાયો. સ્માશના ગૃહમાં સૂકાં લાકડા ખૂટી પડ્યા છે. સ્વજનોએ એએસમી પર રોષ ઠાલવ્યો હતો. પરિવારજનોએ એએમસીના સીસીઆરએસમાં પણ ફરિયાદ કરી છે. 

આ સમાચાર શેર કરો