મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આજે રાજકોટમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ, પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આજે રાજકોટમાં ત્રીજી ટી-20 મેચ રમાશે. સુર્યકુમાર યાદવની કેપ્ટન્સી હ

આજે રાજકોટમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ, પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આજે રાજકોટમાં ત્રીજી ટી-20 મેચ રમાશે. સુર્યકુમાર યાદવની કેપ્ટન્સી હેઠળની ટીમ રાજકોટમાં ઇંગ્લેન્ડ સામે શ્રેણી વિજય નિશ્ચિત કરવા માટે ઉતરશે. ટી-20 મેચને ધ્યાનમાં લઇને રાજકોટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

400થી વધુ પોલીસ અધિકારી બંદોબસ્તમાં રહેશે હાજર

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ રાજકોટમાં રમાવાની હોવાથી રાજકોટ-જામનગર હાઇવે પર સાંજે 4 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.રાજકોટમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 મેચ માટે 1 SP, 4 ડીવાયએસપી, 9 PI, 31 PSI સહિત 400થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં ખડેપગે રહેશે.

ઇંગ્લેન્ડ સામે શ્રેણી કબ્જે કરવા ઉતરશે ટીમ ઇન્ડિયા

રાજકોટની પીચ પર રણજી ટ્રોફીમાં જાડેજાએ સ્પિન બોલિંગથી સૌરાષ્ટ્રને દિલ્હી સામે જીતાડ્યું હતું પણ ટી-20 મેચ માટે ફ્લેટ પીચ બનાવી હોય તેમ જણાય છે. ચેન્નાઇની પીચ પણ આવી જ હતી. જોકે ગમે તેવી બેટિંગ પીચ હોય તો પણ ઇંગ્લેન્ડના બેટ્સમેનો પૈકી કેપ્ટન બટલરને બાદ કરતા કોઇ બેટ્સમેને પ્રભાવ નથી પાડ્યો. તેઓ ભારતના સ્પિનરોને બેટિંગ પીચ પરના બોલને પારખવામાં પણ નિષ્ફળ જાય છે અને હવામાં એવી રીતે શોટ ફટકારે છે કે બોલ સીધો ફિલ્ડરના હાથમાં જાય છે.

ટી-20 મેચમાં સંભવિત બન્ને ટીમ

ભારત: સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, સુર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, બિશ્નોઇ, અર્શદીપ સિંઘ, વરૂણ ચક્રવર્તી

ઇંગ્લેન્ડ- ફિલ સોલ્ટ, ડુકેટ્ટ, જોશ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિવિંગસ્ટોન, જેમી સ્મિથ, ઓવર્ટન, કાર્સે, આર્ચર, વુડ અને રાશિદ

આ સમાચાર શેર કરો