નવસારીમાં ગાજવીજ સાથે 3 ઇંચ વરસાદ ઝીંકાયો, અલગ-અલગ વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત
નવસારીમાં ગાજવીજ સાથે 3 ઈંચ વરસાદ તૂટી પડતાં શહેરના અનેક માર્ગો, વિસ્તારોમા

નવસારીમાં ગાજવીજ સાથે 3 ઈંચ વરસાદ તૂટી પડતાં શહેરના અનેક માર્ગો, વિસ્તારોમાં પાણી ભરાયાં અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. મોસમ વિભાગે નવસારી જિલ્લાના છૂટાછવાયા વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. જોકે નવસારીમાં કાળા ડિંબાગ વાદળો અને ગાજવીજ સાથે વરસાદ ધોધમાર તૂટી પડ્યો હતો.
વાહનચાલકોને હાલાકી
શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમાં યા કેટલીક જગ્યાએ તેથી વધુ પાણી ભરાતા વાહનવ્યવહાર પણ અસરગ્રસ્ત થયો હતો. શાંતાદેવી રોડ,વિજલપોર, પ્રજાપતિ આશ્રમ, જુનાથાના, લાયબ્રેરી વિસ્તાર,છાપરા રોડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી પાણી થઇ ગયું હતું.
સિઝનનો 61 ટકા વરસાદ
નવસારી શહેર તાલુકાનો છેલ્લા 30 વર્ષનો સરેરાશ વરસાદ 72 ઇંચ જેટલો છે. જેમાં ગત રાત્રે ઉપરાંત રવિવારે સાંજ સુધીમાં ઝીંકાયેલા વરસાદથી કુલ વરસાદ વર્તમાન મોસમનો 43 ઇંચથી વધુ પડી ગયો છે. આમ હાલ સુધીમાં જ સિઝનનો 61 ટકા થઈ ગયો છે. હજુ તો ચોમાસાના ઘણા દિવસો બાકી છે, ત્યારે શહેરનો વરસાદ ઘણો વધી શકે છે.








