મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી, બે દિવસમાં જ હત્યાના ત્રણ બનાવ

ગુજરાતમાં લૂંટ, હત્યા, ચોરી અને અપહરણની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં હત્યાના ત

અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી, બે દિવસમાં જ હત્યાના ત્રણ બનાવ

ગુજરાતમાં લૂંટ, હત્યા, ચોરી અને અપહરણની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં હત્યાના ત્રણ બનાવો બન્યા છે. આમ અમદાવાદ શહેરમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ રહ્યો ન હોય એવો સવાલ થઈ રહ્યો છે.
 
બાપુનગર વિસ્તારમાં શ્યામ શિખર ટાવર પાસે સિગારેટ પીવાની બાબતે 45 વર્ષીય વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. મતૃક વ્યક્તિ પાસે આરોપી પ્રવિણે સિગારેટ પીવાના ઉછીના રૂપિયા માંગ્યા હતા. જોકે, પ્રવિણે રૂપિયા આપવાનો ઇન્કાર કરી દેતા ઉશ્કેરાયો હતો અને તેનું ઢીમ ઢાળી દીધું હતું. પ્રવીણ ઉર્ફે ફાઈટર જાદવ સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

રખિયાલમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા

રખિયાલમાં અજિતમીલ ચાર માળિયામાં યુવકની હત્યા થઈ છે. અંગત અદાવતમાં 3 યુવકોએ આ યુવક પર છરીના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પોલીસે ફરાર હત્યારા યુવકને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. 

નારોલમાં પતિએ કરી પત્નીની હત્યા 

શહેરના નારોલ વિસ્તારમાં પતિએ ગળું દબાવીને પત્નીની હત્યા કરી છે. જમવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થતા પ્રદિપ વણકર નામનાં યુવકે આવેશમાં આવીને ઘરમાં દુપટ્ટાથી ગળે ટુંપો આપી પત્નીની હત્યા કરી નાખી છે. હત્યા બાદ આરોપી પતિ પોલીસ સમક્ષ હાજર થયો હતો અને ગુનાની કબૂલાત કરી હતી. પોલી

આ સમાચાર શેર કરો